________________
આગમકલા–મુખ” બિરુદ ધારક
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
આગમકલા–મુખ અથવા તે “આગમમાલા-મુખ” તથા “સરસ્વતી લબ્ધ પ્રસાદ” એવા ગૌરવાન્વિત બિરુદથી નવાજેલા મહેન્દ્રસિંહસૂરિ જેનામેના પ્રકાન્ડ વિદ્વાન થઈ ગયા છે. આગમશાનું એમનું અગાધ પાંડિત્ય એતષિયક ગણ્યાગાંઠ્યા જેન દાર્શનિકમાં એમને પ્રથમ પંક્તિમાં સ્થાન અપાવે છે. જેમના મુખમાં આગમરૂપી કળા અથવા તે માળ શોભે છે એવા પ્રતિભાસંપન્ન સાક્ષરોમાં અંચલગચ્છમાં તે તેઓ એકમેવ જ છે.
મુરદેશ અંતર્ગત સરનગરમાં વિ. સં. ૧૨૨૮માં એમને જન્મ થયો હતો. એમનું મૂળ નામ માલકુમાર હતું. પિતા શ્રીમાલીજ્ઞાતીય શ્રેષ્ઠી દેવપ્રસાદ. માતા ક્ષીરદેવી. ચરિત્ર નાયકનું પૂર્વાશ્રમનું અપહરનામ મહેન્દ્રકુમાર પણ પ્રાપ્ત થાય છે.
આ પ્રકાન્ડ વિદ્વાન વણિક નહિ પણ બ્રાહ્મણ જ હોઈ શકે અથવા તે ચરિત્રનાયકના પિતાના નામમાં આવતે
પ્રસાદ” શબ્દ એમનું બ્રાહ્મણત્વ પ્રકટ કરે છે, એવા અનુમાન પર આધારિત એક આખ્યાયિકા અનુસાર તેઓ ઔદિચ્ચ બ્રાહ્મણ હતા. મેરૂતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી “અંચલગચ્છની મોટી પટ્ટાવલી” જે શંકિત પ્રમાણ-ગ્રન્થ છે, તેને આધારે એ આખ્યાયિકા નિનૈક્ત છે.
મહેન્દ્રકુમાર દેવપ્રસાદ નામે બ્રાહ્મણ પંડિતને પુત્ર હતો. તે પાંચેક વર્ષનો થયે એ અરસામાં અંચલગચ્છાધિપતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com