________________
આગમકલા -મુખ બિરુદધારક ધર્મઘોષસૂરિ નાગડાત્રીય રૂણાક શ્રેણીના આગ્રહથી સરાનગરમાં ચાતુર્માસ રહેલા. તેમના ત્રણ નવોદિત શિવે વ્યાકરણને અભ્યાસ કરવા ઉત્સુક હોવાથી પંડિત દેવપ્રસાદ તેમને વ્યાકરણ શિખવવા ઉપાશ્રયે આવતો. આથી મહેન્દ્રકુમારને પણ ત્યાં જવાનું ઘણીવાર થતું. ઘેડા સમયમાં તે મુનિઓ સાથે ખૂબ હળીમળી ગયો. ઘણીવાર તે તે આચાર્યને ખેાળામાં બેસી જઈને કે મુનિઓનાં ઉપકરણથી રમત રમીને બાળસુભગ કિડાઓ દ્વારા બધાને હસાવતો. બાળકનાં સાસુદ્રિક લક્ષણે જોઈને આચાર્ય વિચાર્યું કે તે મહાપુરુષ થવા સજા હોઈને શિષ્યરૂપે પ્રાપ્ત થાય તો સારું. તેમણે રૂણાક શ્રેષ્ઠીને પોતાના મનની વાત જણાવી. શ્રેષ્ઠીને પણ આ વિચાર ગમી જતાં તેણે દેવપ્રસાદ પાસે પણ આ વાત રજૂ કરી. પિતાને પુત્ર દીક્ષા અંગીકાર કરે એ વાત પંડિત-દંપતીને ન ગમી પરંતુ ધર્મઘોષસૂરિને પ્રભાવ અને બાળકના ઉજવળ ભાવિનો વિચાર કરીને લાંબી વિચારણા બાદ માતા-પિતા બાળકને સેંપવા રાજી થયાં. આથી રૂણક શ્રેષ્ઠી પ્રભૂતિ સંઘે તેમને આદર-સત્કાર કર્યો.
ઉપર્યુક્ત આખ્યાયિકા કપિલકલિયત જ છે. પ્રમાણગ્રન્થમાં તે દેવપ્રસાદને શ્રાવક-શ્રેષ્ઠી જ કહ્યો છે, એટલે આ વિશે કશી શેકા અસ્થાને છે. મેરૂતુંગસૂરિને નામે ચડાવાયેલી અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં આવું તે ઘણું ઘણું છે. ચરિત્રનાયક જેવા મહાપુરુષ સંબંધમાં આવી અસંબદ્ધ વાતે તેમાં હેઈને આટલે ખુલાસે અહીં જરૂરી ગણાશે. ઉક્ત પટ્ટાવલીની હકીકત કેટલી વિકૃત રીતે મૂકાઈ છે તેને
ખ્યાલ તેના નિમ્નક્ત લખાણથી જ મળી રહેશેઃ-સામુદ્રિક શાસ્ત્રમાં નિપુણ એવા ગુરુએ જાણ્યું કે ખરેખર, આ બાળક
ભવિષ્યકાળમાં ગરછનો ભાર ઉપાડવાને લાયક થશે. માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com