________________
૧૨ ]
શતપદી પ્રણેતા સંબોધીને મશ્કરી કરી કે “આ સૈન્ય કેના ઉપર ચડાઈ લઈ જાય છે?” હાજરજવાબી ગુરુએ પણ આ ટેણને તરત જ વળતો જવાબ વાળે કે –“એક સગોત્રી નગ્ન થયે હેવાનું સાંભળ્યું છે તેના ઉપર!” ચરિત્રનાયકના આવા સણસણતા માર્મિક વચનથી દિગંબર મુનિ પ્રભાવિત થઈને તેમને પગે પડ્યા. ધર્મઘોષસૂરિના શિષ્ય તરીકે તેઓ જીવનભર રહ્યા.
મેવાડ અંતર્ગત ઝાડાપલ્લીગચ્છના જયપ્રભસૂરિ આચાર્ય સાથે ધર્મઘોષસૂરિને સંપર્ક થતાં તેમનું આ પ્રથમ મિલન તેમની વચ્ચે સદાને માટે ગુરુ-શિષ્યની ગાંઠ બાંધતું ગયું! ચરિત્રનાયકના વાક્ચાતુર્યથી ચમત્કૃત થઈને જયપ્રભસૂરિએ અંચલગચ્છની સામાચારી સ્વીકારી લીધી. ધર્મઘોષસૂરિએ તેમને
ગોવહન કરાવ્યું, સિદ્ધાન્ત વગેરે ભણવ્યું, આચાર્યપદ આપ્યું. તેમના શ્રાવકે પણ અંચલગચ્છમાં આવ્યા.
જયપ્રભસૂરિના પ્રતિબંધ પ્રસંગે ભટ્ટગ્રન્થમાંથી મળે છે. વિ. સં. ૧૨૦૮ માં હસ્તિતુંડમાં જયસિંહસૂરિએ અનંતસિં. હને પ્રતિબંધ આપેલ. અન્ય ઉલ્લેખ પ્રમાણે ત્યાં જયપ્રભસૂરિનું નામ છે. એ જ રીતે વિ. સં. ૧૨૨૪ માં લેલાડાના રાઉત ફણગરને જયસિંહસૂરિએ પ્રતિબોધેલ ત્યાં પણ એમનું નામ આવે છે. વિ. સં. ૧૨૬૬ માં ઝાલેરના ચૌહાણ વંશીય ભીમ નામના રાજપૂતે ધર્મઘોષસૂરિના ઉપદેશથી ડોડ ગામમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું મંદિર બંધાવ્યું હતું ત્યાં પણ પ્રતિબેધક અને ઉપદેશક આચાર્ય તરીકે જયપ્રભસૂરિનું નામ મળે છે. શક્ય છે કે ગુરુ સાથે તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હોય. ગમે તેમ હે ધર્મઘોષસૂરિના શિષ્ય જયપ્રભસૂરિ પણ એક પ્રભાવક આચાર્ય થઈ ગયા તેમાં શંકા નથી.
વિદ્યાધરગચ્છના અધિપતિ સમપ્રભસૂરિએ સિંહપુરનગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com