________________
શ્રી ધર્મઘોષસૂરિ
[ ૧૧ ઉક્ત પ્રસંગથી ચરિત્રનાયકના હૃદયને ઘણે જ આઘાત પહોંચે. ગોચરી માટે ગૃહે ગૃહે પદાર્પણ કરતા અને તે દ્વારા ધર્મના ઉદાત્ત આદર્શોની સૌરભ ફેલાવતા મુનિવર્યોનું જીવન આવા જયંત્રને ભેગ બને તે કેને આઘાત ન થાય? વિષમ કાળમાં નિગ્રન્થોને જીવનનિર્વાહ કેમ થઈ શકશે ? આવા તો અનેક વિચારે ચરિત્રનાયકના હૃદયને સ્પર્શી ગયા. ધ્યાનમાં બિરાજેલા ધર્મઘોષસૂરિ સમક્ષ શાસનદેવી ચકેશ્વરીદેવી પ્રત્યક્ષ થયાં અને ખાત્રી આપી કે “હું ભગવાન મહાવીરનું ધર્મશાસન પ્રવર્તમાન રહેશે ત્યાં સુધી વિષમ વેળાએ અંચલગ
છને સહાય પહોંચાડીશ” એમ પટ્ટાવલીમાં જણાવાયું છે. ટૂંકમાં ઉક્ત પ્રસંગથી સ્તબ્ધ થઈ ગયેલા મુનિવર્યો સમેત ભાવુક શ્રાવક અનુયાયીઓને ચરિત્રનાયકે દૈવીશક્તિ ધર્મ પક્ષે રહેશે એવી હૈયાધારણ આપી હશે અને સૌના સંશનું નિવારણ કર્યું હશે.
ચરિત્રનાયક પ્રકૃષ્ટ પંડિત ઉપરાંત વિચક્ષણ હાજરજવાબી પણ હતા. એમની સાથે વાદવિવાદમાં ઉતરવું એ ભલભલા માટે દુષ્કર કાર્ય ગણાતું. તેમણે અનેકને વાદવિવાદમાં પરાસ્ત કરીને પિતાને પક્ષે વાળેલા. તેમની સાથે દિગંબરોને પણ વાદવિવાદ થયેલ. આવા એક પ્રસંગમાં દિગંબરાચાર્ય વરચંદ્રસૂરિ પરાસ્ત થતાં તેમને પોતાના શિષ્ય તરીકે તેમણે વલભીશાખામાં આચાર્ય પદ પ્રદાન કરેલું. પ્રમાણગ્રંથમાં આ પ્રસંગ અંગે માત્ર સંક્ષિપ્ત નોંધ જ મૂકવામાં આવી છે. એટલે આ સંબંધમાં વિશેષ કશું જાણી શકાતું નથી.
એક પ્રસંગે ધર્મઘોષસૂરિ પિતાના સોળ શિષ્ય સહિત વિહાર કરી રહ્યા હતા. માર્ગમાં તેમને એક દિગંબર મુનિ મળ્યા. તેમણે કવડિ આદિ ભાર ઉપાડીને ચાલતા મુનિર્વાદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com