________________
૧૦ ]
શતપદી પ્રણેતા ધમએને જેન બનાવવા તથા તેમને ઓસવાળ જ્ઞાતિમાં ભેળવવા સબંધક પ્રચુર વર્ણને પ્રાપ્ત થાય છે. પરંતુ શ્રીમાલીઓને કે પ્રાગ્વાટોને અપાયેલા પ્રતિબંધ વિષે ભાગ્યે જ માહિતી મળે છે. આ સંદર્ભમાં ઉપયુક્ત ઉલ્લેખ ખાસ નોંધનીય છે. - અંચલગચ્છની તવારીખમાં પ્રાગ્વાટ પ્રતિબંધ અંગેનું સૌથી પ્રાચીન પ્રમાણ આર્ય રક્ષિતસૂરિ સંબંધક છે. અંચલ– ગચ્છ-પ્રવત્ત કે પ્રતિબોધેલા પ્રાગ્વાટ જ્ઞાતીય, વામંગ ગેત્રીય, મંત્રી ખેતલ અને તેની પત્ની ખેતલદે વિશેની નેંધ ઓશવાળપ્રતિબંધ સિવાયને સૌ પ્રથમ ઉલ્લેખ ગણી શકાય. “સ્થાનાંગસૂત્ર”ની પ્રતપુમ્બિકામાંથી આ પ્રતિધ અંગે પ્રમાણભૂત માહિતી સાંપડે છે. ઉક્ત મંત્રીવર્યના વંશ-વૃક્ષની કડીબદ્ધ નામાવલી પણ તેમાં નિબદ્ધ છે. આ વંશમાં થયેલા મંત્રી ટેકરે અંરાલગચ્છાધિપતિ ભાવસાગરસૂરિના ઉપદેશથી ઉક્ત ગ્રન્થની પ્રત વિ. સં. ૧૫૧૭ માં લખાવીને તેમને અર્પણ કરી. એવી જ રીતે શ્રીમાલી–પ્રતિબોધનો સૌ પ્રથમ બનાવ જયસિંહસૂરિ સંબંધક છે. તેમણે પ્રતિબંધેલો લૂણિગ શ્રેષ્ઠી શ્રીમાળી જ્ઞાતિમાં થયેલે.
ઝાલેરના ઉપર્યુક્ત પ્રતિબંધ બાદ ધર્મઘોષસૂરિએ દેદાશાહના અત્યાગ્રહથી ચિત્તોડમાં પદાર્પણ કર્યું. એક વખત દેદાશાહની બહેને ઉત્સવ પ્રસંગે ચરિત્રનાયક સમેત બત્રીશ મુનિવર્યોને ગોચરી અર્થે ભાવપૂર્વક નિમંત્રણ આપ્યું. હકીકતમાં તેણીએ ભોજનમાં વિષ ભેળવીને ત્યાગીઓની જિંદગીને અંત આણવાનું ષયંત્ર જ રચેલું. ધ્યાનના બળથી ધર્મષસૂરિને આ વાત જાણવામાં આવી ગઈ. તેમણે સૌને ત્યાં ન જવાનું ફરમાવ્યું. આ રીતે અનેક મુનિવર્યોની જિંદગી બચી જવા પામી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com