________________
શ્રી ધમષસૂરિ
[ ૯ હરિયાને મૃતદેહ બતાવ્યું. કલ્પાંત કરતા સ્વજને ઘડીભર તે ધર્મષસૂરિની ચેષ્ટાથી શાંત થઈ ગયા. કહેવાય છે કે ગારૂડી મંત્રના પ્રભાવથી ધર્મઘોષસૂરિએ હરિયાના શરીરમાંથી વિષ દૂર કર્યું. ડી ક્ષણોમાં તે મૃત નવજુવાન સચેતન થઈને આળસ મરડીને બેઠે થયે! સગાં-વહાલાં આ જોઈને અત્યંત હર્ષિત થયાં.
ધર્મષસૂરિના ઉપદેશથી રણમલજીના કુટુંબે જૈન ધર્મ સ્વીકારતાં તેને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવવામાં આવ્યું. હરિયાના વંશજે હરિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા વંશવૃદ્ધિ થતાં આ ગેત્રની પણ અનેક પેટા શાખાઓ થઈ
હરિયાશાહે ધર્મસૂરિની અપૂર્વ ભક્તિ કરી. તેમના ઉપદેશથી વિ. સં. ૧૨૬૯ માં ભાલાણી માં શ્રી શાંતિનાથ ભગવાનનું તેણે ભવ્ય જિનાલય બંધાવીને બિંબપ્રતિષ્ઠા કરાવી તેણે અનેક ધર્મોત્સવ કર્યા. હરિયાવંશજોએ પણ તેણે પ્રારંભેલાં ધર્મકાર્યો જારી રાખ્યાં. વૃતલહાણ કરનાર હરિયાશાહના વંશજેનું વર્ણન પ્રાચીન પ્રમાણુગ્રન્થમાંથી ઉપલબ્ધ થાય છે. તેમની કાર્ય—સૌરભ સાથે આ વંશને પ્રતિબંધ આપનાર ચરિત્રનાયકનું સ્મરણ પણ સોદિત વણાયેલું રહેશે. ' ધર્મઘોષસૂરિના પ્રભાવનું મોજુ તેમના જન્મ-પ્રદેશ રાજસ્થાનમાં સવિશેષ પ્રસયું હતું. તેમને આ પ્રદેશમાં સતત ઉગ્ર વિહાર પણ તેમાં કારણભૂત હતે પ્રમાણુ-ગ્રન્થની સંક્ષિપ્ત ને પણ આ સંબધમાં ઘણું ઘણું કહી જાય છે. તેમના ઉપદેશના પરિણામે પાંચસે ભાથિઓ ભાંગ્યા, ઝાલેરમાં બીલ્ડ પ્રમુખ અનેક ભાવુકેએ સ્વેચ્છાપૂર્વક જૈન ધર્મ અંગીકાર કર્યો. તેમ જ સાકરિયા શ્રીમાલીઓની સ્થાપના થઈ ઈત્યાદિ ઉલ્લેખ ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. પટ્ટાવલી તથા ભટ્ટગ્રન્થમાંથી અન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com