________________
૨ ]
શ્રી ગેડી જીતીર્થ–સંસ્થાપક ભટ્ટગ્રન્થમાં ઉલ્લેખ છે કે વિ. સં. ૧૩૯૮ માં ખેતાશાહ પારકર અંતર્ગત ભૂદેધર નગરમાં વસતે હતો. તેની પત્નીનું નામ નડી હતું. તેમણે પોતાના પુત્ર મેઘા શાહને એ નગરના વડેરા ગોત્રીય શ્રેષ્ઠી સાજણ આલ્હાની પુત્રી મરઘા સાથે પરણાવ્યું હતું. સાજણ શાહને કાજલ, ઉજલ અને સામલ નામે ત્રણ પુત્ર હતા. કાજલ શાહ ઘણો ધનવાન હતે. મેઘા શાહ એમની પાસે જ નેકરીમાં રહેલા.
એ અરસામાં પારકરમાં રાણે ખેંગાર રાજ્ય કરતો હતો. મહમદ બેગડાએ વિક્રમના ૧૬ મા શતકમાં સિંધમાં ત્રણ વાર સવારી કરી અને અસંખ્ય લોકોને વટલાવ્યા એ પહેલાંની શતાબ્દીનું ત્યાંનું રાજકીય ચિત્ર જુદું જ હતું. સમાવંશના રાજપૂતાનું સિંધમાં રાજ્યશાસન હતું. સુમરા અને સોઢાઓનું પણ ત્યાં ઘણું વર્ચસ્વ હતું. સિંધમાં હિન્દુસત્તા નષ્ટ થઈ એ પહેલાં પારકર-પ્રદેશમાં ઓસવાળવંશીય જેને મેટો સમૂહ વસતો હતે. ઓસવાળાની વિશાળ સંખ્યાને લીધે જેન યતિઓ ત્યાંના રાજ્યકર્તાઓ પર સારું વર્ચસ્વ ધરાવતા હતા. કેટલાંક રાજ્યમાં મંત્રીઓ અને અધિકારીઓ તરીકે પણ જેને નિયુક્ત થયેલા.
ઓસવાળ મૂળ તો રાજપૂત ક્ષત્રિય હતા. જેનાચાર્યોએ તેમને પ્રતિબોધીને એસવાળવંશનું સ્થાપન કર્યું. એસવાળનું મૂળ ઉત્પત્તિ–સ્થાન મારવાડ અંતર્ગત ઓસનગર,
જ્યાં સૌ પહેલાં ઓસવાળ-સૃષ્ટિનો આવિર્ભાવ થયો. ભગવાન શ્રી પાર્શ્વનાથની શ્રમણ–પરંપરાના છઠ્ઠા પટ્ટધર આચાર્ય રત્નપ્રભસૂરિના ઉપદેશથી ત્યાં લાખો ક્ષત્રિયએ જૈનધર્મ અંગીકાર કરે એ પછી પણ ઓસવાળ-સૃષ્ટિ વિસ્તૃત થતી જ રહી. સિસોદિયા, પરમાર, ચૌહાણ, સોલંકી, રાઠોડ, ભટ્ટી,
ચાવડા, પડિહાર, કછાવા, ગૌડ વગેરે વંશના રાજન્ય કુળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com