________________
શ્રી ગોડીજીતીર્થ–સંસ્થાપક
મિઠડીઆ મેઘા શાહ
“થરના ઠાકુર ભેટ્યા, ભેટ્યા, ભેટ્યા રે!”ને આનંદભર્યો નાદ અર્ધ સહસ્ત્રાબ્દી પહેલાં સિંધ અંતર્ગત થરપારકરના પ્રદેશમાં ગુંજાયમાન થયેલું. આ નાદના પ્રેરણાસ્ત્રોત હતા શ્રી ગેડીજીતીર્થ –નાયક ભગવાન શ્રી પાર્શ્વનાથ–જેમને યાત્રિક થરના ઠાકુર તરીકે સંબોધતા. ભક્તિભાવથી તરબળ થયેલા ભાવુકે એ તીર્થની યાત્રાથી પાવન થઈને ઉપર્યુક્ત સમૂહ-નારે લહેરાવતા અને આનંદ વિભેર થઈને નાચતા-કૂદતા. એ યુગમાં થરના ઠાકુર પ્રત્યેની ભક્તિ એર હતી, એ તીર્થને મહિમા એર હતુંશ્રી ગોડીજીના ચમત્કારની મેહિની પણ ઓર હતી. એ ભક્તિ-યુગની તવારીખ અને ખી ભાત પાડે છે. એના નાયક છે મિઠડીઆ શ્રેષ્ઠી મેઘા શાહ-જેમણે એ પ્રભાવક તીર્થને સૂત્રપાત કર્યો.
મેઘા શાહ ઓસવાળ જ્ઞાતીય, મિઠડીઆ ગેત્રીય, વહેરા શાખીય હતા. મૂળ તેઓ નગરપારકરના, પરંતુ વ્યાપારાર્થે એમના પિતા ખેતા શાહ અને માતા ખેતલદે પાટણમાં આવીને વસેલા. એ જમાનામાં પાટણ પશ્ચિમ ભારતનું સમૃદ્ધ નગર હોઈને અનેક સ્થાનેના લેકો ત્યાં આવીને વસેલા પ્રમાણગ્રન્થ અનુસાર વિ. સં. ૧૪૩૨ માં મેઘા શાહ પાટણમાં
વ્યાપારાથે રહ્યા હતા. એમની પુખ્ત ઉંમરની ગણતરી કરતાં તેઓ વિકમના પંદરમા સૈકાના પ્રારંભમાં જન્મ્યા હશે એમ અનુમાન કરી શકાય છે. એમને ભેજા અને ઉદય નામે બે મોટા ભાઈઓ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com