________________
જહાંગીર બાદશાહના અમાત્ય લેઢા કુરપાલ અને સેનપાલ
ભવ્ય જિનપ્રાસાદ બંધાવનાર, વિશાળ તીર્થ–સંઘે કાઢનાર, તેમ જ સમક્ષેત્રમાં અઢળક દ્રવ્ય ખર્ચનાર તરીકે લેઢા બાંધવે કુરપાલ અને સેનપાલની ધાર્મિક કારકિર્દી જૈનસંઘના ઈતિહાસમાં આગવું પ્રકરણ આલેખે છે. એમની રાજકીય કારકિદી પણ એટલી જ ઉન્નત તેમ જ ગરિષ્ટ છે. મંત્રી બાંધવ વસ્તુપાલ-તેજપાલની ઝાંખી કરાવે એવી આ બંધુ બેલડી સમ્રાટ જહાંગીરના અમાત્ય તરીકે ભારતની રાજકીય ક્ષિતિજમાં નક્ષત્ર જેવું સ્થાન ધરાવે છે. અંચલગચ્છ એમના માટે ગૌરવની લાગણી અનુભવે એમાં નવાઈ શું?
ઓશવાળ વંશીય, ગાણીશાખીય, લેઢાગોત્રમાં ચરિત્રનાયકને જન્મ થયો. પિતા નષભદાસ. માતા રેખશ્રી. શિલાપ્રશસ્તિઓમાં એમને “આગરા–નિવાસી” કહ્યા છે, કિંતુ ભટ્ટગ્રન્થ દ્વારા જાણી શકાય છે કે લોઢાએ મૂળ મઢાણનાગોરના રાજવીઓ હતા. એમને વંશ દેવડા-ચૈહાણ. લેઢા-વંશ-વૃક્ષમાં સહુથી પહેલું નામ પ્રથવી પહાડાનું મળે છે. એમના પુત્ર લાખણસિંહને મુસલમાન શાસકોએ “રાવરાજ”નું બિરુદ આપીને તેમને અજમેરુ–અજમેરની સૂબેદારી આપેલી. આ શહેરને પાયે પણ તેમણે જ નાખેલ. વિ. સં. ૭૧૦ માં રૂદ્રપલ્લીગચ્છના રવિપ્રભસૂરિના ઉપદેશથી તેઓ જૈનધર્માનુયાયી થયા. એમના પુત્ર રામદેવથી લેઢાવંશ ચાલ્યું. રાજા રામદેવે મહમ્મદ-બિન-કાસિમના આક્રમણને મારી હઠાવ્યું. અજમેરના સૂબેદાર તરીકે તેઓ ચાલુ રહેલા. તેઓ પ્રરાકમી હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com