________________
૨ ]
જહાંગીર બાદશાહના અમાત્ય
પ્રથવી પહાડાથી ૧૨ મી પેઢીએ અભયપાલ થયા. તેમણે દિલ્હીના રાજા-કિલ્લો બંધાવેલે ૨૯ મી પિઢીએ અમરસિંહ થયા. તેમણે બીકાનેર પાસે લઢવટ વસાવીને ત્યાં શ્રી આદિ નાથપ્રભુનું જિનાલય બંધાવેલું. ૪૩ મી પેઢીએ રામસિંહ થયા. તેમના બંધુ રિખવદાસના પુત્ર છજમલ દ્વારા નિર્મિત
જ-મહેલ આજે પણ નાગોરમાં વિદ્યમાન છે. લેઢાવંશની મુખ્ય ચાર શાખાઓ આ પ્રમાણે છેઃ (૧) ટોડરમલત, (૨) છજમત, (૩) રતનપાલત અને (૪) ભાવસિંધત. તેમાંથી છજમલૌત શાખામાં ચરિત્રનાયકે થયા.
પર મી પેઢીએ સરાજ થયા. તેમના બંધુ માણેકચંદને દિલ્હીમાં શાહી ઝવેરી તરીકે નીમવામાં આવેલા. લોઢાએ સુપ્રસિદ્ધ ઝવેરીઓ પણ થઈ ગયા છે. ૫૪ મી પેઢીએ રાજપાલ થયા. તેમણે પણ મેગલ-દરબારમાં ઘણું પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. ૫૫ મી પેઢીએ ઋષભદાસ થયા તેમના ત્રણ પુત્ર આ પ્રમાણે થયાઃ (૧) દુનિચંદ (૨) કુંરપાલ (૩) સોનપાલ. તેમાંના દુનિચંદ વિશે શિલા-પ્રશસ્તિમાં નામે લેખ સિવાય કશું જ જાણી શકાતું નથી. પ્રાયઃ તે અલ્પજીવી હશે. પ્રતિષ્ઠાલેખમાં તેને “અનુભવ” કહ્યો છે. વિ. સં. ૧૬૭૧ માં એમના શ્રેયાર્થે બિંબ–પ્રતિષ્ઠા થઈ હેઈને એ વખતે તે વિદ્યમાન નહિ હોય એમ સ્પષ્ટ થાય છે.
ચરિત્રનાયકના પિતા ઋષભદાસનું અપરનામ રેખરાજ પણ મળે છે. તેમના નાના ભાઈ પ્રેમન હતા, જેઓ શક્તાદેને પરણેલા. બને બંધુઓ ધર્મપ્રેમી હતા. અંચલગચ્છાધિપતિ ધર્મમૂર્તિસૂરિના તેઓ પરમ ભક્ત શ્રાવક હતા. સૂરિના ઉપદેશથી તેમણે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચેલું. પટ્ટાવલીમાં
કહેવાયું છે કે ઋષભદાસે સમ્રાટ અકબરની પ્રીતિ સંપાદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com