________________
૧૪ ]
શ્રી ગેડીપાર્શ્વનાથનું મેઘ કહે લેખ રાખશું, પણ તે સબલે તિણ ઠામ રે; ગાડું ભરી ચાલે થલ દિશે, વાસ વસે ગેડી ગામ રે. ઈશે. ૭ સુહ સુર કહે ગહ્લી જિહા, માંડે પ્રાસાદ મંડાણ રે; નાણું તિહાં ઘણું શ્રીફલતભેં, મીડું જલપહાણની ખાણ રે. ઈ. ૮
ઢાલ બીજી
નિદ્રડી વેરણ હુઈ રહી એ દેશી હાંજી ઉદયપાલ ઠાકુર તિહાં, જોરાવર હે ખેતશી લૂણેત કે; ઈહિાં રહે નિરભય શાહજી, આદરશું હો કહે દેઈ મહોત કે; ધન ધન ગેડી જગ ધણું, "હવી પાલે હો પ્રાજે જસ પીઠ કે. ૧ આવે શિલાટ દેશાંતરી, યક્ષ પ્રેર્યો હે કરે પ્રથમ તૈયાર કે, ભૂમિ કરું પ્રભુ બેસવા, રહે ચિહું દિશિ હે લશકર હશિયાર છે. ૨ પુખતી બંધાવી પીઠિકા, વર દિવસે હો જાણી અહિનાણ કે, સખર ગંભારે શિખરશું, મધ્ય મંડપ હે સવિ મોક્ષ મંડાણ કે. ૩ પબાસણે બેઠા પાસજી, ભરેલ કરી પૂજે ભલે ભાવ કે, સજલ મધુર જલ લહકતી, વરદાયી હે બંધાવી વાવ કે. ૪ એહવે ચઉદ ચોરાણુંયે, આયુવેગે છે કે માઁ કાલ કે, ભાણેજે આણું ઘરે, કાજલશા હો કરે ચૈત્યની ચાલ કે. ૫ રંગ મંડપ રચના બની, અતિ ઊંચા હે થંભ ઠામઠામે કે, કોડે કરાવે કેડણ, વિત વાવણી હે થિર કીધું છે નામ કે. ૬ વલી રે મહાજનના સહાયશું, મેઘાના હે સુત ચલાવે કામ કે, મુખ્ય મંડપ શુભ માંડણી, કરી જિનહર હો બંધ અભિરામ કે. ૭
વીશવટ્ટો પંચાણુંએ, તેણે થાયે હો આગલ રહી જેહ કે; ચોવીશ ગેત્રની દેહરી, મહાજનની હો ફરતી છે તેહ કે. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com