________________
લોઢા કુરપાલ અને સેનપાલ
[ ૧૧ તથા રાજા પૃથ્વીસિંહ સંઘને ખરે ચાલીને માર્ગ બતાવતા હતા. પાંચ કેસનું ચઢાણ પૂરું કરીને સંધ ગિરિરાજ ઉપર આવી પહોંચ્યા. સારું સ્થાન જોઈને પડાવ નાખવામાં આવ્યા, સંઘપતિઓએ ત્રિકેણ કુંડમાં સ્થાન કરી, કેશર–ચંદનનાં વાસણ, પુષ્પમાલાદિ લઈને થુભની પૂજા કરી. બધી ટૂંકમાં જિનેશ્વરની પૂજા કર્યા પછી સમસ્ત સંઘે કુરપાલ અને સેનપાલને તિલક કરીને સંધપતિ–પદ આપ્યું. આ શુભ યાત્રા વૈશાખ વદિ ૧૫ ને મંગળવારે આનંદ સાથે પરિપૂર્ણ થઈ
ગિરિરાજ નીચે ઉતરીને સંઘે તલેટીમાં પડાવ નાખે. સંઘપતિઓએ સાકરની લહાણ કરી. પાછા ફરતાં મુકુન્દપુર ગામે સંધપતિઓએ પાંચમું સંઘ-જમણ કર્યું. ત્યાં ઘણે વરસાદ પડ્યો. ત્યાંથી અનુક્રમે અજિતપુર થઈને ગોમામાં આવ્યા. રાજા પૃથ્વીસિંહે તથા રાજા તિલકચંદ સંધનું સારું સ્વાગત કર્યું. સંધપતિઓએ વસ્ત્રાદિથી બન્ને રાજાને સંતુષ્ટ કર્યા.
સમેતશિખરથી સંઘ રાજગૃહ પહોંચ્યા. ત્યાં વૈભાર ગિરિ ચડ્યા. પાછા વળતાં તલેટીમાં સંઘપતિઓએ સાકરની લહાણ કરી. વિપુલગિરિ, ઉદયગિરિ, રત્નગિરિ, સ્વર્ણગિરિ ઉપર પણ જિનાલયના દર્શન કર્યા. રાજગૃહમાં સંપતિઓએ છઠું સંઘ-જમણ કર્યું. ગાંધી વંશના શાહ જટમલ, વચ્છા, હીરાએ પણ સુયશ મેળવ્યો. રાજગૃહથી સંઘ બડગામ, પટણા, જમ્મણપુર થઈને અયોધ્યા આવ્યો. અહીં સંઘપતિઓએ સાતમું સંઘ-જમણ કર્યું. ત્યાંથી અનુકમે રત્નપુરી થઈ સંઘ આગરામાં પાછા આવી પહોંચ્યા. સાનંદ યાત્રા સંપન્ન કરી પાછા ફરવાથી બધાને અપાર હર્ષ થયા. ત્યાં સંઘપતિઓએ આઠમું સંઘ-જમણ આપ્યું. સમસ્ત સાધુઓને વસ્ત્રાદિથી
પ્રતિલાલ્યા. યાચકને બે હજાર ઘેડા, તથા તેંત્રીસ હાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com