________________
૧૦ ]
જહાંગીર બાદશાહના અમાત્ય એમને યાત્રા કરાવીને નવાદા પહોંચાડી દઈશ. એમને એક પાઈની પણ હરક્ત નહિ થાય. જે થાય તે અગિયારગણું હું આપીશ!” આ સાંભળી સંઘપતિઓએ મી તથા રાજાને વસ્ત્રાલંકાર, ઘેડા, સેનયા તથા જહાંગીરી રૂપીઆ, ઉત્તમ ખાદ્ય-પદાદિથી સંતુષ્ટ કર્યા. પછી રાજા સાથે સંઘે પ્રયાણ કર્યું. પાંચ ઘાટી ઓળંગી ગોમાનગરમાં આવ્યા. રાજા તિલેકચંદે સંઘનું સારું આતિથ્ય કર્યું. સંઘપતિઓએ રાણું માટે પણ સરસ વસ્ત્રો અને આભૂષણે પાઠવ્યાં.
ગોમાથી બીજા પણ ઘણું પાયદળ સૈનિકે સાથે લીધા. અહીંથી ગિરિરાજને માર્ગ બહુ જ વિષમ છે. બન્ને બાજુએ પહાડ અને વચ્ચે ગીચ વન આવે છે. ૧૨૦૦ અન્નના પડિયા અને વૃતના ઘડાઓ સાથે લીધા હતા. અન્ન-સત્ર પ્રવાહથી ચાલતું હતું. કેટલાંક ગામડાંઓ પસાર કરી સંઘ ચેતનપુરી આવ્યા. ત્યારે રાજા પૃથ્વીસિંહ માટે દાતાર, શૂરવીર તથા પ્રતાપી હતે. નગારાઓને મોટો ધ્વનિ સાંભળીને તેની રાણીએ ઉપર ચડીને જોયું તે તેને મોટી સેના જેવું લાગ્યું. નગરમાં ગભરાટ ફેલાઈ ગયો. રાજા પૃથ્વીસિંહે મેટા સંઘની વાત કહી એટલે રાણી શાંત થઈ. રાજાએ પિતાના ભત્રીજાને સંઘપતિઓ પાસે મોકલાવ્ય, તેણે સંઘનું સ્વાગત કર્યું. સંઘપતિઓએ રાજાને વા અને આભૂષણે આદિ પાઠવીને નિમંત્રણ આપ્યું. રાજા પૃથ્વીસિંહ સમારેહપૂર્વક સંઘપતિ. એને મળવા આવ્યા.
ત્યાંથી અજિતપુર થઈ મુકુન્દપુર આવ્યા. ગિરિરાજને જોઈને સૌના હર્ષનો પાર ન રહ્યો. સંઘપતિઓએ સેનારૂપાનાં ફૂલોથી ગિરિરાજને વધાવ્યું. ત્યાં સંઘપતિઓને મના
વવા માટે રાજા રામદેવને મંત્રી આવ્યો. રાજ તિલકચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com