________________
૧૨ ]
જહાંગીર બાદશાહના અમાત્ય દાનમાં આપ્યા. સમ્રાટ જહાંગીરે આગરાના જૈન સંઘ સહિત ઉમળકાભેર સંઘનું સામૈયું કર્યું. સંઘપતિએને મેતીથી વધાવવામાં આવ્યા.
ઉક્ત સંઘમાં કેટલીક નામાંક્તિ વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેલી રાસકારે એ બધાને ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે જ્યાં જ્યાં સંઘ-જમણ કર્યું હતું એ વિશે પણ રાસમાં વિસ્તારથી વર્ણન છે, બીજી પણ ઘણી હકીક્તો તેમાં છે. પરંતુ એ બધું જણાવવું અહીં અપ્રસ્તુત ગણાશે.
આગરાનું ઐતિહાસિક સ્તવન” નામક પદ્ય-કૃતિમાં પણ આ તીર્થસંઘ વિશે ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે સમ્રાટ જહાંગીરે સંઘનું બહુમાન કર્યું અને સંઘપતિઓને “ નગરશિરોમણિ”ની પદવી આપી.અંચલગચ્છની પટ્ટાવલીમાં એ ઉલેખ છે કે બેઉ ભાઈઓની કામગીરીથી પ્રસન્ન થઈને જહાંગીરે તેમને પિતાના “તહેસીલદાર” બનાવ્યા હતા. “ભૂપાલમાન્ય” એવું બિરુદ તે ઘણાં પ્રમાણમાંથી પણ મળી આવે છે.
સમેતશિખરના સંઘ પછી કુરપાલે અને એનપાલે આગરામાં ઐતિહાસિક પ્રતિષ્ઠા-મહત્સવ ચે. અંચલગચ્છાધિપતિ કલ્યાણસાગરસૂરિની નિશ્રામાં વિ. સં. ૧૬૭૧ ના વૈશાખ શુદિ ૩ ને શનિવારે સર્વે મળીને ૪૫૦ જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. આ શકવર્તિ પ્રસંગે માત્ર અંચલગચ્છીય શ્રમણ અને શ્રાવકે જ નહિ, કિન્તુ સર્વ ગચ્છના શ્રમણો અને શ્રાવક ઉપસિથત રહેલા અને જિનબિંબની પ્રતિષ્ઠાઓ પણ કરાવેલી. સમ્રાટ અકબર–પ્રતિબોધક, યુગપ્રધાન ખરતરગચ્છાચાર્ય જિનચંદ્રસૂરિ જેવા ધુરંધર આચાર્ય પણ એ પ્રસંગે ઉપસ્થિત રહેલા. જુઓઃ “અંચલગચ્છીય પ્રતિષ્ઠા-લેખ”
લેખાંક ૭૭૦-૧, ૭૭૬–૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com