________________
૧૦ ]
જ્ઞાતિ-શિરેમણિ કચ્છ-સુજાપુર નિવાસી ઠાકરસી વંદણ સાયાની પુત્રી પુરબાઈ સાથે વિ. સં. ૧૮૮૭ માં થયાં. તે વખતે હીરજી શેઠની ઉંમર ૧૫ વર્ષની અને પુરબાઈની ૧૩ વર્ષની હતી. બાળ-લગ્નને એ જમાને હતે.
વિ. સં. ૧૮૯૫ માં મુંબઈમાં મરકી ફાટી નીકળી. ત્યાં આ ઉપદ્રવ સામાન્ય બની ગયો હતો. ખેતરમાં માછલીને કૂટો વપરાતે. તેના ઉપર દરિયાના પાણી ફરી વળતાં તેમાંથી દુર્ગંધ ફેલાતી. એટલે રેગ ઝડપથી બધે ફેલાઈ જતો. અનેક જ્ઞાતિબંધુ મરકીમાં ભરખાઈ ગયા. નરસી શેઠનું હૃદય આ જોઈને દ્રવી જતું. તેમણે દવા-દારૂ માટે પ્રબંધ કર્યો. તેમના ધર્મપત્ની કુંવરબાઈ પણ જ્ઞાતિબંધુઓને ઘેર જઈને બધાના ખબર-અંતર પૂછતાં અને યંગ્ય સહાય પહોંચાડતાં.
મરકીમાં એમને એક માત્ર પુત્ર હીરજી પણ સપડાઈ ગયે. માતા-પિતાએ એની સેવા-ચાકરીમાં પાછું વળીને જોયું નહિ. કિન્તુ દુર્ભાગ્યે તે બચી શક્યો નહિ. પુત્ર મૂલજીના અકાળ અવસાનને કારમી ઘા હજી રૂઝાય નહોતો ત્યાં તે હીરજી ભરયૌવન વયે પિતાની પાછળ વિધવા પત્ની પૂરબાઈને મૂકીને આ ફાની સંસાર છોડી ગયે. આ આઘાતથી નરસી શેઠને જીવનબાગ મુરઝાઈ ગયે. પિતાની કલ્પના-ભૂમિમાં એકાએક ભયંકર જ્વાળામુખી ફાટી નીકળ્યું હોય તેમ તેઓ બેબાકળા બની શૂન્ય દષ્ટિથી જોવા લાગ્યા.
હીરજીના મૃત્યુથી વાઘાત પામેલાં કુંવરબાઈ પણ કેટલાક મહિના બાદ ચિર વિદાય લઈ ગયાં. નરસી શેઠના પિતા નાથાશા પણ આ અરસામાં જ દેહાવસાન પામ્યા. પિતાના આપ્તજનની આવી અસહ્ય અને એકધારી વિદાયથી નરસી શેઠ તો અવાચક જેવા બની ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com