________________
શેઠ નરસી નાથા
| [ ૧૧ મનુષ્યજીવનમાં જ્યારે આપત્તિઓ આવે છે ત્યારે એકલી અટૂલી નથી આવતી પણ એક સામટી આવે છે. ચરિત્રનાયકના જીવનમાં પણ એમ જ થયું. ઉપરા ઉપરી બની ગયેલી કરુણ ઘટનાઓને ભૂલી જવા હવે તેમણે ધર્મધ્યાનમાં સવિશેષ મન પરોવ્યું. નિરાશારૂપી મેઘઘટામાં હમેશાં એકાદ આશાનું કિરણ છુપાયેલું હોય છે, અને એ કિરણને આધારે માનવજીવનને રાહ લંબાય છે. નરસી શેઠને પણ એ કિરણ દેખાયું.
આ આશાતંતુની રૂપેરી રેખા તે નલિયાનું ભવ્ય જિનાલય. કુંવરબાઈની પ્રેરણાથી તેનું ખાતમુહૂર્ત શેઠના વરદ્ હસ્તે સંપન્ન થયેલું. પરંતુ તેનું નિર્માણ થાય તે પહેલાં તે શેઠાણું પરલેકવાસી થયાં. આ અવશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તન્મય બનેલા શેઠ જીવન–મની નિરાશારૂપી કાળી મેઘઘટાને વિસરી ગયા. પછી તો એક કાર્યની સાથે બીજા કાર્યોની શૃંખલાઓ અંકેડા ભીડતી રહી. એમની ધાર્મિક તેમ જ સામાજિક કારકિર્દીનું નિરૂપણ કરતાં પહેલાં તેમની વ્યાપાર કારકિર્દી પર દષ્ટિપાત કરે અહીં પ્રસ્તુત ગણાશે.
આપણે જેઈ ગયા કે વિ. સં. ૧૮૮૧ માં શેઠે સ્વતંત્ર ધ ધાની શરૂઆત કરી અને પિતાના સાળા ભારમલ તેજસી, ભાણેજ માડણ તેજસી, તથા કુટુંબી બંધુ વર્ધમાન નેણસીને કચ્છથી મુંબઈ તેડાવી લીધા. એમની સાથે બીજા પણ ઘણાં લેકે એ વખતે મુંબઈ આવ્યા. એક-બીજાની ઓથ મળતાં કચ્છથી મુંબઈ આવવાને પ્રવાહ વધતો ચાલે. ઉક્ત ત્રિપુટીએ સામુહિક નેતૃત્વ પૂરું પાડીને શેઠને કારોબાર સફળતાપૂર્વક ચલાવ્યું અને જ્ઞાતિને ઉત્કર્ષને પંથે વાળી.
એમને મુખ્ય વ્યવસાય રૂને હતે. એટલે દેશાવરમાં પણ પેઢીઓ તથા શાખા પેઢીઓ સ્થપાતી ગઈ. રૂના પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com