________________
૧૪]
મહારાવ ગોડજી પ્રતિબંધક લખી છે. કૃતિના અંતમાં તેમણે “વિદ્યાર્ણવ” તરીકે પોતાનું નામ સૂચવ્યું છે. શ્રી ગેડીજી પ્રત્યેની એમની અનન્ય આસ્થા એમની આ લઘુકૃતિ પરથી સૂચિત થાય છે. - દેવેન્દ્રસૂરિકૃત “સિદ્ધ પંચાશિકા' નામક ગ્રન્થ ઉપર તેમણે વિ. સં. ૧૭૮૧ માં આઠ કલેક–પરિમાણને બાલાવબોધ રચ્યું. આ સમયનું ગદ્ય-સાહિત્ય બહુ ઓછું ઉપલબ્ધ થતું હેઈને આ ગ્રન્થનું મૂલ્ય ઘણું આંકી શકાય.
ચરિત્રનાયકના પટ્ટશિષ્ય ઉદયસાગરસૂરિ પણ સારા કવિ હતા. તેમની ઘણું પદ્ય-કૃતિઓ ઉપલબ્ધ થાય છે. તેમના સહચર તથા અંતરંગ શિષ્ય વાચક નિત્યલાભ તે એ શતાબ્દીના ગુજરાતી ભાષાના પ્રમુખ કવિ તરીકે ગણાવી શકાય એવી કાવ્ય-પ્રતિભા ધરાવતા હતા. તેમણે અનેક પદે, સ્તવને, રાસ, કથાનકે આદિ રચીને જેન–વામયને સમૃદ્ધ કર્યું છે. તેમની અનેક કૃતિઓ જનસાધારણમાં સાર્વત્રિક પ્રસિદ્ધિ પામી હોઈને બધા લેકકંઠે જીવંત રહી. એમની પ્રમુખ કૃતિઓ આ પ્રમાણે છેઃ (૧) સદેવંત સાવલિંગા રાસ (૨) વિદ્યાસાગરસૂરિ રાસ (૩) વિશી ઈત્યાદિ. તેમણે કરછી બોલીમાં પણ અનેક સ્તવને રચાં તેમ જ તેમને વિહાર બહુધા કચ્છમાં જ હેઈને તેઓ કચ્છમાં જન્મ્યા હશે એમ અનુમાન કરી શકાય છે. લાભશાખાએ અનેક ગ્રન્થકર્તાઓ ધર્યા છે. એમની શિષ્ય પરંપરા આ પ્રમાણે મળે છે. વિનયલાભ-મેલાભ-સહજસુંદર-નિત્યલાભ કવિવર નિત્યલાભના અંગત જીવન વિશે કશું જાણી શકાતું નથી.
શેખર શાખાની એક પરંપરાએ વૈદકક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કર્યું તેની એક શિષ્ય પરંપરા આ પ્રમાણે છે. વાચક સુમતિશેખર–સૌભાગ્યશેખર-જ્ઞાનશેખર–નયનશેખર, જેમણે વિ. સં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com