________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
[ ૧૫ ૧૭૩૬ ના શ્રાવણ શુદિ ૩ ને બુધવારે ગ રત્નાકર ચોપાઈ નામક વૈદકને પદ્યગ્રન્થ ર. ૯૦૦૦ લેક પરિમાણને આ વિજ્ઞાન વિષયક આકર ગ્રન્થ એ શતાબ્દીમાં લખાયેલા એતદ્દ વિષયક ગ્રન્થમાં નવીન ભાત પાડે છે, ગ્રન્થ–પ્રશસ્તિમાં કવિએ પિતાની શાખાને પાલિતાણીય શાખા તરીકે ઓળખાવી છે.
ચરિત્રનાયકને સુપ્રસિદ્ધ આધ્યાત્મ કવિ દેવચંદ્રજી સાથે આત્મીયતાભર્યો સંબંધ હતો એમ એક પ્રાચીન ગુટકાની નોંધ પરથી જણાય છે. એ ગુટકામાં શ્રી શત્રુંજય તીર્થની છીપાવસહીની મૂર્તિને લેખ છે. ચરિત્રનાયકના ઉપદેશથી ભરાયેલ એ જિનબિમ્બની પ્રતિષ્ઠા પં. દેવચંદ્રજીએ કરાવેલી.
રિદ્રોલ જિનાલયની મૂલનાયકની પ્રતિમા પણ ચરિત્રનાયકના ઉપદેશથી ખંભાતમાં પ્રતિષ્ઠિત થયેલી. આ મૂર્તિના ચમત્કારે વિશે અનેક વાતે સંભળાય છે.
પિતાનું આયુ પૂર્ણ થયેલું જાણીને ચરિત્રનાયકે સુરતના સંઘને સંબોધીને કહ્યું કે “મારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. માટે હું હવે પ્રભુનું ધ્યાન ધરીને અનશન આદરીશ. મારા અનુગામી પટ્ટધર ઉદયસાગરસૂરિની તમે સેવા કરે અને તેમને સારી રીતે માન આપશે.” આ પ્રમાણે સંધને ભલામણ કર્યા બાદ ઉદયસાગરસૂરિને ઉદ્દેશીને તેમણે કહ્યું કે–“આ અંચલગચ્છની મોટી ગાદી છે તેને તમે યત્નથી સંભાળજે. શ્રી વીર પ્રભુનું શાસન દીપાવજો. ધર્મનું ધ્યાન નિરંતર ધરજે અને મારી શિખામણે બરાબર સ્મરણમાં રાખજે. તમે સમજુ અને બુદ્ધિમાન છે.”
તે પછી પિતાના અંતેવાસી શિષ્ય વલ્લભસાગર, ક્ષમાસાગર અને સુંદરસાગરને પણ વિદ્યાસાગરસૂરિએ યથાયોગ્ય શિખામણ આપીને રાજી કર્યા. એ પછી ચારે શરણાઓનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com