________________
૧૬ ]
મહારાવ ગોડજી પ્રતિબંધક આદર કરીને સર્વ પ્રકારની આલોચના કરી તેઓએ અનશન આદર્યું. આ નિમિત્તે સંઘે સુખડી દાખલ હજારેને હિસાબે તપ–જપ દાન પુણ્યાદિ કાર્યો કર્યા. બરાબર ત્રણ દિવસનું અનશન પૂરું કરીને તેઓ વિ. સં. ૧૭૯૭ ના કાર્તિક શુદિપ ને મંગળવારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
ગુરુને નિર્વાણ થતાં સુરતના સંઘે તેમની ભવ્ય અંત્યેષ્ટિ કરી. એકવીશ ખંડવાળી સુશોભિત માંડવીમાં ગુરુને દેહ મૂકવામાં આવ્યો. શેકમગ્ન મોટા મોટા ધનપતિઓ, રાજદરબારી અધિકારીઓ સમેત વિશાળ સમુદાયની ઉપસ્થિતિમાં તેમને શાનદાર રીતે અગ્નિસંસ્કાર થયે. ગચ્છનાયકની સ્મૃતિરૂપે હરિપુરામાં ભવાનીના વડ પાસેના અંચલગચ્છીય ઉપાશ્રયમાં એમની પાદુકાઓ પ્રસ્થાપિત કરવામાં આવી જેના ઉપર એમના નિર્વાણનું વર્ષ અંકિત છે. કવિવર નિત્યલાભ આ દિવં. ગત પટ્ટધરને કાવ્યમય જવલંત અંજલિ આપી છે. એમની મહાનતાને વર્ણવતાં તેમણે એગ્ય જ કહ્યું છે કે – પ્રબળ પરતાપ પ્રત મહામંડલે,
| સકલ સાધે શિરે અધિક રાજે; કુમતિ પાખંડ સબ દૂર નાસે નિપટ,
દેખિ માર્તડ જિમ ઘૂઅડ ભાજે.
– અd –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com