________________
સર્વ ગચ્છ-સમદર્શક શ્રી ઉદયસાગરસૂરિ
એક જમાનામાં ખરતરગચ્છનાયક જિનચંદ્રસૂરિ, તપાગચ્છનાયક હીરવિજયસૂરિ અને અંચલગચ્છનાયક ધર્મમૂર્તિ સૂરિ અને કલ્યાણસાગરસૂરિ જેવા યુગપ્રધાન આચાર્યોએ પિતાની ઉજજ્વળ કારકિર્દી દ્વારા જૈનધર્મની વિજયપતાકા
ગમ લહેરાવીને જૈનસંઘમાં ધાર્મિક ચેતનાને અપૂર્વ સંચાર કરેલે. પરિણામે અનેકતામાં એક્તાનાં દર્શન થયેલાં, અને વિધમી આક્રમણોના ઝંઝાવાતે સામે જૈનસંઘ અડીખમ ખડકની જેમ અવિચળ રહી શકે.
એ યુગવિભૂતિઓએ ભલે પિતાના ગચ્છાને ઝંડો ધર્યો હેય, કિન્તુ એમના અભિગમનું લક્ષ્યાંક તે સમાન જ હતું. એ સૌએ સાધેલી સિદ્ધિ એવી સબળ હતી કે એમના પછીના યુગ પર તેમની અસર પડ્યા વિના ન રહી શકી. એમના ઉત્તરવર્તિ યુગની સર્વોત્તમ નીપજ એટલે સર્વગચ્છ-સમદર્શક આચાર્ય ઉદયસાગરસૂરિ. બધાય ફિરકાઓની એકતાના તેઓ ઝંડાધારી બન્યા! બધા જ ગછો પ્રત્યે આદરભાવ કેળવાય અને એમના વચ્ચેની એક્તા નક્કર કાર્યરૂપ લે તે માટે તેઓ જીવનભર ઝઝૂમ્યા અને એ દિશામાં ઘણું સાધી શક્યા.
વિ. સં. ૧૭૬૩ ના ચૈત્ર શુદિ ૧૩ ના દિને એમને જન્મ જામનગરમાં થયે. પિતા ઓસવાળ વંશીય વ્યવહારી શાહ કલ્યાણ માતા જયવંતી. ચરિત્ર–નાયકનું પૂર્વાશ્રમનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com