________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
[ ૧૩ લાગે એમ છે. પરંતુ કેઈન પત્ર આવ્યું હોય, કેઈ હિસાબ કરાવ હોય કે કઈ લેખ લખાવ હોય તે લોકે તરત પોશાળનો રસ્તે લેતા એ પરથી જ તેની અનિવાર્યતાને આપણને દર્શન થઈ શકે છે. ભૂજની કુશળશાખાની પિશાળે તે વ્રજ ભાષાના અભ્યાસ માટે વિશ્વવિદ્યાલયનું સ્થાન પ્રાપ્ત કરેલું, અને કવિ દલપતરામ જેવાએ ત્યાં રહીને અભ્યાસ કરેલ એ જાણીને તેને નવાઈ નહિ લાગે?
કચ્છની જેમ પાલિતાણામાં પણ અંચલગચ્છની એકશાખા, જેને પાલિતાણા–શાખા તરીકે હાથ–પ્રતમાં ઉલ્લેખ છે તે વિદ્યાસાગરસૂરિના આધ્યાત્મિક શાસન કાળમાં ફૂલી ફાલી હતી. આ શ્રમની પરંપરા આ પ્રમાણે મળે છે. વાચક મુનિશીલગુણશિલ–વિનયશીલ–જયશીલ, આ શાખાએ પણ પિતાનું ઉત્તરદાયિત્વ બજાવ્યું. એવી જ રીતે રાજસ્થાનમાં પણ અનેક પિશાળે હતી. આ બધી પોશાળ દ્વારા ગ્રન્થદ્ધારનું કાર્ય ઘણું થયું એમ ઉપલબ્ધ થતી હાથ-પ્રતો દ્વારા જાણી શકાય છે.
વિદ્યાસાગરસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન “બિહારી શત સઈ”ના સુપ્રસિદ્ધ કર્તા કવિ બિહારી થઈ ગયા. તેમણે હિન્દી ભાષામાં રચનાઓ કરી. તેઓ અંચલગચ્છના હતા એમ સાંપ્રત વિદ્વાને પ્રતિપાદિત કરે છે તેમની રચનાઓ હિન્દી ભાષાની ઉત્તમ કૃતિઓ તરીકે ખપી હેઈને આ કવિના જીવન વિશે વિશેષ સંશોધન કરવું આવશ્યક બને છે.
ચરિત્રનાયકે ઉપાડેલી વ્યાપક ધર્મપ્રવૃત્તિ ઉપરાંત તેમણે ગ્રન્થ–લેખનમાં પણ સારો સમય ફાળવ્યું હતું ગચ્છનાયકની ભારે જવાબદારીઓ વહન કરતા હોવા છતાં તેઓ કલમ ચલાવી શક્યા એ તેમની જ્ઞાનાભિમુખતા સૂચવે છે. શ્રી ગૌડિયા
પાશ્વપ્રભુ સ્તવન” એ પદ્યકૃતિ તેમણે સંસ્કૃત મિશ્રિત હિન્દીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com