________________
[ ૧૧
અને તેમના વંશજે
પરિશિષ્ટ હરીઆવંશ પ્રશંસા રાસ
શ્રી વીતરાગાય નમ: સરસતિ સામણિ પાય નમી, પ્રણમી સદ્ગુરુ પાય; શ્રી શંખેશ્વર સ્વામિને, પ્રણમે સુર નર રાય. ૧ એક મના થઈ એલગે, પહુંચે મનની આસ; ભવભંજન એક સ્વામિ તું, ગુડીય મંડન પાસ. ૨ લંદર ચરણે નમી, સૂડાલા સમરથ; વિવિધ દાન ધ્રહ તણું, હરીઆ છે ગરથ. ૩ કુણુ વંશ કિહાં ઉપના, કુણ થાનક કુણ ઠામ; રાજકુલી છત્રીસ માંહિ, વંશ પરમારહ નામ. ૪ વંશ પરમારે જાણીએ, રાઉ ભલે દધિચંદ્ર; દધિચંદ્ર પુત્ર મણિચંદ્રહું, રણમલ તાસ કુલચંદ્ર. ૫ રણમલ પુત્ર હરીઓ ભણું, દયાવંત નિરધાર; શ્રી મહાવીર ત્રીજે પટે, શ્રી ધર્મશેષ સુવિચાર. ૬ પ્રતિબોધ્યા પૂરે મને, સંવત ઉગણેત્તર બાર; શિખર એક તિહાં નીપનું, પુર ભાલણ મઝારિ. ૭ મૂલ હરીએ જે હુએ, તેહના પુત્ર જ ત્રણ; ગુણ સામત માંડણએ બંધવ ભલા, માંડણ મટિમ મન. ૮ ગુણ પુત્ર નરીઓ અને, નરીઆ પુત્ર બે જાણ; આસર દેશલ દીપતા, ધર્મ તણે અહિઠાણ. ૯ આસર પુત્ર નકીઆ તણા, હુઆ પુત્ર જ ચાર,
જસીઆ ભાણું રાણુ રંગિ, પાસડ તે ગુણધાર ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com