________________
૧૦ ]
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ
રાસકાર એ પછી વર્ણવે છે કે વિષાપહાર એક મુખ્ય ગેત્ર છે તેની સાત પેટા શાખાઓ છે. આ સાતે ગેત્રોના વંશજોએ ઉત્તમ દાનનાં કાર્યો કર્યા હેઈને તેમને રાવરાણાઓ માન આપતા હતા. એ સાતે ગેત્રમાં ઘતલહાણું કરીને પંચાણિયા શાહે પિતાનું માન વધાર્યું. રાસકારે હરિયાગેત્રથી ભિન્ન એવા વિષાપહાર ગેત્ર વિશે અહીં શા માટે ઉલ્લેખ કર્યો છે એ સ્પષ્ટ થતું નથી. અનુમાનતઃ શ્રેષ્ઠીવર્ય પંચાણિયા શાહની પત્ની આસમતીનું એ ગેત્ર હશે એ પછી રાસકારે પુણ્યનો પ્રભાવ વર્ણવ્યા છે. રાસની પ્રત અપૂર્ણ હાઈને એ પછીનું વર્ણન અનુપલબ્ધ રહે છે.
હરિયા શાહ અને એમના બડભાગી વંશનાં કાર્યો મહત્વપૂર્ણ હોઈને અંચલગચ્છના ઇતિહાસમાં તેનું વિશિષ્ટ સ્થાન છે. “હરીઆવંશ પ્રશંસા રાસમાં આ વંશ સંબંધક સામગ્રી સારા પ્રમાણમાં સંગૃહીત હેઈન મૂળ રાસ પરિશિ. છમાં રજૂ કર્યો છે. હરિયાવંશજો એમના પ્રતાપી પૂર્વજોને પગલે પગલે એમની કીર્તિગાથાને પુણ્યકાર્યો દ્વારા લંબાવતા રહે એ જ અભ્યર્થના.
– અસ્તુ –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com