________________
અને તેમના વંશજો
શ્રેષ્ઠી પંચાણિયા શાહના કુળમાં વૃતલહાણ ઉપરાંત બીજા પણ અનેક સત્કાર્યો થયેલાં. શ્રેષ્ઠીવ સાતે ક્ષેત્રોમાં પ્રચુર દ્રવ્ય-વ્યય કરેલું એમ રાસમાં કહેવાયું છે. શ્રેષ્ઠીવર્યો પ્રથમ વૃતલહાણ નૌતનપુર–એટલે જામનગરમાં કરી હોઈને એવું અનુમાન કરી શકાય છે કે તેઓ જામનગરના રહીસ હોય. હાલારમાં લગભગ બધે જ એમની લહાણ ફરી હાઈને આ માન્યતાને પુષ્ટિ મળે છે. કચ્છમાં પણ હરિયાવંશજ હેઈને એમના વસવાટનાં ગામમાં શ્રેષ્ઠીવર્ય ઘતલંભનિકા વહેંચી હતી.
અમરકેટમાં હરિયાવંશમાં આસર શાહ પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા એ વિશે આગળ ભટ્ટગ્રન્થને આધારે ઉલ્લેખ થઈ ગયે છે. અમરકેટમાં થઈ ગયેલા શ્રેષ્ઠીવર્ય પાસવીર શાહ પણ આ વંશના પ્રધાન પુરુષ હતા એમ રાસકાર જણાવે છે. પાસવીર શાહ રાજમાન્ય પુરુષ હતા. તેમણે અમરકેટમાં યશપાર્જન કર્યું છે. એમને અને એમના વંશજેને રાજાઓ અને રાણુઓ માન આપતા હતા.
હરિયાવંશની મુખ્ય શાખાઓ વિશે પણ રાસકાર સુંદર વર્ણન કરે છે. ભટ્ટગ્રન્થમાં ચાર મુખ્ય શાખાઓ કહી છે. તેમાંની ત્રણ શાખાને રાસકાર આ પ્રમાણે ઉલ્લેખ કરે છે. સાંઈઈ, કાકા, અને ગુરથરીઆ. આ શાખાઓ સર્વત્ર પ્રસિદ્ધ હતી.
શ્રેષ્ઠી પાસવીર શાહે અનેક પુણ્યકાર્યો કર્યા હેઈને એમનો મહિમા અપાર હતે. મહાજને એમને ઘણું માન આપ્યું હતું. મરુસ્થલી મારવાડમાં એમની પ્રસિદ્ધિ ઘણી હતી. ત્યાં તેમણે એક શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યા અને અનેક ધર્મકાર્યો કર્યા. મરુસ્થલી પરથી આ વંશજો મરુથલિયા
ઓડખથી ઓળખાયા એમ ભટ્ટગ્રન્થને આધારે કહી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com