________________
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ (૪) ધારૂ (૫) મણસી અને (૬) ચાંપા. તેઓ ભલા અને રૂડા હતા. તેમની ચતુરાઈ અને કુશળતા જગમાં પ્રસિદ્ધ હતી. ઉક્ત શ્રેષ્ઠી ડેરુ શાહ પયુંષણ મહાપર્વમાં પ્રચુર દ્રવ્યવ્યય કરતા હતા. એમના કુળમાં આગળ પણ અનેક પુણ્યનાં કાર્યો થયાં. હરિયા વંશનાં સુકૃત્યે ઉદલાસપૂર્વક થતાં એમની પુણ્ય-કરણી સુદીર્ઘ છે.
એ પછી રાસકારે શ્રેષ્ઠી પંચાણિયા શાહે કરેલી તલહાણ વિશે પ્રશંસાત્મક વર્ણન કર્યું છે પંચાણિયા શાહ પુણ્યવાન હતા રાસકાર કહે છે કે પંચાણિયા શાહે મહાજનેમાં ધૃતલંભનિક વહેંચી તેનું વર્ણન કેમ કરી શકું? કેમ કે જીભ તે એક જ છે? એમ કહીને રાસકાર પંચાણિયા શાહે જ્યાં
જ્યાં ઘતલહાણ કરી હતી ત્યાં ત્યાંના મહાજનેની લાંબી સૂચી આપી છે.
સૌ પ્રથમ લહાણ નૌતનપુર–એટલે કે જામનગરમાં કરી પછી ખિમરાણમાં કરી. એ પછી શ્રેષ્ઠી પંચાણિયા શાહે જે જે સ્થાનમાં વૃતલહાણ કરી તેનાં નામ આ પ્રમાણે છેઃ ધુલેહરે, મહિમાણે, ખડલે, નાગૂરાઈ એખે, આરીખાણે, ખીરસરાના, ગણે, દ્રોણ, ટોડા, બાટાવડી, ડબાસંગે, બેરાજુ, સૂરાઓ,
સે, કાંનાવી લૂસે, સાંગણ લૂસે, છીકારી, છિછિ, પીપલીઉં, ડેઢિયે, વસઈ બેહડી, લાખાબાવળ, ડેરા, ચિલા, બેરાજુ, નાગુરી, પડાણા, ખાવડી, રાસંગપુર, ઝાંખરી, બાલાચદેવું, માં, વીસેત્તરી, ગ્રામડી, ખંભાલીએ, સોનારડી, ભાતેલ, બલહા, ચૂરી વગેરે ઉક્ત સ્થાને મુખ્યત્વે હાલાર અને કચ્છના છે એ પરથી સ્પષ્ટ થાય છે. પંચાણિયા શાહની કીર્તિ વ્રતલહાણથી એ બધાં સ્થાનમાં સવિશેષ વિસ્તરી હતી. આ
એતિહાસિક ઘટના કયારે બની એ વિશે રાસમાં ઉલ્લેખ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com