________________
અને તેમના વંશજે
[ ૭ - શ્રેષ્ઠીવર્ય પંચાણિયા શાહના યશનું વર્ણન ઉક્ત રાસમાં સવિશેષ છે. રાસમાં કયાંયે વર્ષને ઉલ્લેખ નથી. માત્ર વંશપરંપરાનું કમબદ્ધ વર્ણન જ છે. એટલે આ શ્રેષ્ઠીવર્ય કયારે થઈ ગયા એ કહેવું મુશ્કેલ છે. અનુમાનતઃ તેઓ વિક્રમની ૧૭મી શતાબ્દીમાં થઈ ગયા હશે. નવાઈની વાત છે કે આવા ભાગ્યવંત પુરુષનો ઉલ્લેખ પટ્ટાવલીમાં કે ભટ્ટગ્રન્થોમાં પણ નથી. પંચાણિયા શાહનાં કાર્યો એમને અગ્રણે શ્રેષ્ઠીવર્યોની પંક્તિમાં સ્થાન અપાવે એવાં ગરિષ્ઠ છે. તેને ઉલેખ કરતાં પહેલાં તેમના પરિવાર વિશે ઉલ્લેખ કરે અહીં પ્રસંગોચિત ગણાશે. - રાસકાર વર્ણવે છે કે પંચાણિયા શાહની આસમતી નામની પત્ની હતી, જે અનેક ધર્મ કાર્યો કરવામાં ઉત્સાહવાળી હતી. આસમતીથી ખીઆ, કમે, ધને, દેપા, ગોપા, વહીઆ, મંગીઉ વગેરે પુત્રો થયા. રાસકાર આ પુત્રે વિશે જણાવે છે કે જ્યેષ્ઠ પુત્ર મેખીઆનું માન ઘણું હતું. કમ સુજાણ હતું. અને પરિચિત કે અપરિચિતેનું પિષણ કરનાર હતે. વહીઆ વટવાળા હતા.મંગઉ મતિવાન અને ગુણવાન હતે. - ઉક્ત રાસની પ્રતમાંથી પછીની અડધી પંક્તિ નષ્ટ થઈ ગઈ હઈને તેની વિગત અંગે જાણી શકાતું નથી. પછીની અડધી પંક્તિ દ્વારા જાણી શકાય છે કે ડાહીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા ડેફ, ભારુ, અને આસારી પ્રસિદ્ધ પુરુષો હતા. પ્રાયઃ ડાહી શ્રેષ્ઠી પંચાણિયા શાહના જયેષ્ઠ પુત્ર મોખી. આની ભાર્યા હશે. મેખીઆ શાહના ઉપર્યુક્ત પુત્રોની સંતતિ વિશે પણ “હરી આવંશ પ્રશંસા રાસ”માં ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે તેમના એક પુત્ર ડેરુ શાહ દાનવીર હતા. તેમના પુત્ર લાલ થયા, જેઓ સુંદર હતા લાલુને છ પુત્ર
આ પ્રમાણે થયાઃ (૧) રાજુ (૨) આસવંત (૩) દેવાણંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com