________________
૧૦ ]
ક્રિોદ્ધારક, ત્યાગમૂર્તિ સાચીહર બ્રાહ્મણ નથમલ તેમના સંપર્કમાં આવ્યો. તે વ્યાકરણુ તથા સંસ્કૃતને વિદ્વાન હતો. ઉપરાંત તેના અક્ષરો પણ મેતીના દાણા જેવા હતા. તેની પત્નીના મૃત્યુ બાદ તે એકાકી જીવન ગુજારતો હતો. ગુરુના ઉપદેશથી તેણે દીક્ષા લીધી અને તેમનું નાથા ગણિ નામાભિકરણ થયું પાછળથી તેમને ઉપા
ધ્યાય-પદ પણ પ્રાપ્ત થયેલું તેમણે તથા તેમના શિષ્ય ધર્મચંદ્ર ગ્રન્થોદ્ધારનાં કાર્યમાં વિશિષ્ટ પ્રદાન કર્યું. ગુરુના ઉપદેશથી પાલીનગરના શ્રેષ્ઠી મહિરાજે ત્યાં મનહર ઉપાશ્રય બંધાવ્યું.
પાલીમાં ચાતુર્માસ રહીને ગુરુ જોધપુર પધાર્યા અને ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંના સહસમલે નાગરથી દસ લહીઆઓને તેડાવીને અનેક જેન-ગ્રન્થ લખાવ્યા. ત્યાં નો ભંડાર કરાવીને એ ગ્રન્થને સુરક્ષિત મુકવામાં આવ્યા.
જોધપુરથી ગુરુ એકવીશ મુનિઓના પરિવાર સહિત પાલણપુરમાં પધાર્યા. ત્યાંના વડેરા ગેત્રીય શ્રેષ્ઠી રવિચંદ્ર મહોત્સવપૂર્વક જ્ઞાનપંચમી તપનું ઉઘાપન કર્યું. આચાર્યના ઉપદેશથી તેણે કસોટી પથ્થર દ્વારા નિર્મિત શ્રી નેમિનાથપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી.
એંસી વર્ષની વય વટાવી ગયેલા આચાર્ય પોતાના શિષ્યપરિવાર સહિત ગ્રામાનુગ્રામ વિહરતા હતા. એમનું શરીર ઘણું ક્ષીણ થઈ ગયું હતું, છતાં તેમણે સ્થિરવાસ ન કર્યો. પાલણપુરના સંઘે વિહાર ન કરવાની આગ્રહપૂર્વક ભલામણ કરી અને પાલણપુરમાં જ સ્થિરવાસ રહેવાની વિનંતી કરી, પરંતુ ગુરુ પિતાના વિચારમાં મક્કમ રહ્યા. સંઘના આગ્રહથી તેઓ વિ. સં. ૧૬૬૯ માં ત્યાં જ ચાતુર્માસ રહ્યા.
પાલણપુરના નવાબની બીબી કરીમા છ માસથી એકાંતરીઆ તાવથી પીડાતી હતી. નવાબે અનેક વૈદો અને હકીમો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com