________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી ગ્રન્થોદ્ધારનું સંગીન કાર્ય થયું. અનેક અલભ્ય ગ્રન્થ-રનો પુનર્જન્મ પામ્યાં. એમના ઉપદેશથી લખાયેલી પ્રતાની સૂચિ આપવી અહીં અપ્રસ્તુત છે. કિન્તુ આ કાર્યની મહત્તા શું છે તેનું એક ઉદાહરણ સેંધવું અહીં રસપ્રદ થશે. મલ્લવાદી પ્રણીત “નયચક્ર” પર સિંહસૂરિ વિરચિત વૃત્તિની પ્રત ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી મંત્રી ગોવિં દના “મુંજની ઉપમા યે પુત્ર પુજે લખાવી જ્ઞાન ભંડાર માં મૂકાવી હતી. આચાર્ય જખ્ખવિજયજીએ તેનું સંપાદન કરતાં સેંધ્યું કે “આ પ્રતિ જેના ઉપરથી લખવામાં આવી. હશે, તે પ્રતિ હજી સુધી ક્યાંય અમારા જેવામાં આવી નથી. એટલે આ જાતની પ્રતિ વિશ્વમાં એક જ છે એમ ધારીએ છીએ.” તત્કાલીન સર્વ દર્શનની તુલનાત્મક વિચારણા કરતો મૂળ ગ્રન્થ ૭૦૦ વર્ષ પહેલાં જ નષ્ટ થઈ ગયે હેઈને ઉક્ત વિરલ હાથપ્રત ન લખાઈ હોત તે?
વિ. સં. ૧૬૬૬ માં ગુરુ જયપુરમાં ચાતુર્માસ રહેલા ત્યારે ત્યાંના શ્રેષ્ઠી જુહારમલ નાગડાએ તેમના ઉપદેશથી શ્રી શાંતિનાથપ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવીને તેની પ્રતિષ્ઠા કરાવી. શ્રેષ્ઠીએ પિતાની પત્ની સહિત બારવ્રતે સ્વીકાર્યા તથા જૈન ગ્રન્થને ઉદ્ધાર કરાવ્યો. - સાદરીના પિરવાડ જ્ઞાતીય સમરસિહે ત્યાંની પંચતીથીને મોટો સંઘ કાઢ્યો. તેમજ સૂરિના ઉપદેશથી સંઘપતિએ રાણકપુર અને વરકાણાતીર્થને જીર્ણોદ્ધાર કર્યો. ધર્મમૂર્તિ સૂરિના ઉપદેશથી તેણે શ્રાવકનાં બારવ્રત સ્વીકાર્યા, શ્રી યુગાદીદેવની રૉગ પ્રતિમા ભરાવી અને અંતે પ્રવજ્યા અંગીકાર કરી. ગુરુએ તેમનું સૌભાગ્યસાગરમુનિ એવું નામાભિકરણ કર્યું.
વિ. સં. ૧૬૬૬ માં ગુરુ પાલીનગરમાં પધાર્યા ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com