________________
કિદ્ધારક, ત્યાગમૂર્તિ ની ઉચ્ચ પદવી આપી. આભા શાહે સૂરિના ઉપદેશથી ત્યાં એક જિનાલય બંધાવ્યું તથા વિ. સં. ૧૬ર૯ ના મહા શુદિ ૧૩ ના દિને શ્રી પાર્શ્વનાથાદિ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી.
દીવબંદરના શ્રેષ્ઠી ભણશાલી નાનચંદ્ર સૂરિના ઉપદેશથી શ્રી શીતલનાથ પ્રભુનું પોખરાજનું બિંબ ભરાવ્યું. તેની પત્ની રત્નાદેએ ગુરુ પાસે વતે લીધાં. ત્યાંના ઓસવાળ વંશીય વડેરા ગેત્રીય શ્રેષ્ઠી સમરસિંહ, જે રાધનપુરથી દીવમાં આવીને વચ્ચે હતો, તેણે ગુરુ પ્રત્યે ઘણું ભક્તિ દર્શાવી. દીવના અત્યંત ધનાઢ્ય શ્રેષ્ઠી તરીકે તેની ગણના હતી. ધર્મચુસ્ત પણ એવો જ. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી તેણે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. સૂરિજીને દીવમાં આગ્રહપૂર્વક તેડાવીને તેણે બધા આગમ-ગ્રન્થનું શ્રવણ કરેલું.
રાજસ્થાનમાં પણ ચરિત્રનાયકના ઉપદેશથી સારી ધર્મ જાગૃતિ આવી. વિ. સં. ૧૬૫૬ માં બાહડમેરમાં રાજા ઉદયસિંહ રાઠોડના મંત્રી કુંપાએ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી શિખરબંધ જિનાલય બંધાવ્યું. મંત્રી વયે સૂરિના ઉપદેશથી સંઘ સહિત શ્રી ગેડીની તીર્થયાત્રા કરીને પંદર હજાર રૂપીઆ ખરચ્યા.
વિ. સં. ૧૬૫૭ માં સૂરિ જેસલમેર ચાતુર્માસ રહેલા તે વખતે તેમના ઉપદેશથી વડેરા ગોત્રીય ધનપાલે તથા લાલણ ગેત્રીય રાષભદાસે પચીશ હજાર ટંકને ખરચે જૈન શ્રુતને લિપિબદ્ધ કર્યું. ગુરુના ઉપદેશથી ત્યાંના અંચલગચ્છીય ઉપાશ્રયમાં જ્ઞાનભંડારની સ્થાપના કરી, તેમાં પથ્થર દ્વારા નિર્મિત કબાટોમાં એ બધી હાથ–પ્રતે સુરક્ષિત રાખવામાં આવી. ઉક્ત બેઉ શ્રેષ્ઠીવર્યાએ જયશેખરસૂરિકૃત ક૫સૂત્ર સુખાવબોધ ટીકાની બે પ્રતો સુવર્ણાક્ષરી શાહીથી લિપિ
બદ્ધ કરાવીને સૂરિજીને વહોરાવેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com