________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
[ ૭ પૂર્વ ભારતનો વિતત વિહાર પણ એમના એ આગ્રહનું ફળ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. - રાષભદાસે તથા તેમના બંધુ પ્રેમને સૂરિના ઉપદેશથી બે હજાર યાત્રિકોના સંઘ સહિત સમેતશિખરજીની યાત્રા કરેલી. તેમણે આગરામાં અંચલગચ્છીય શ્રમણ માટે ઉપાશ્રય પણ બંધાવેલું. ઋષભદાસના પુત્રે ક્રપાલ અને સોનપાલ
જૈન ઇતિહાસમાં અજરામર કીર્તિ પામ્યા છે. તત્કાલીન ગ્રન્થકાએ એ બાંધવોને મંત્રીવ વસ્તુપાલતેજપાલ સાથે સરખાવ્યા છે તે સૂચક છે. એમની રાજકીય કારકિદી પણ અજોડ હતી જેનસંઘ એમનાં કાર્યો માટે ગૌરવ અનુભવે છે. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેમણે અનેક ધર્મકાર્યો કર્યા, જેની તવારીખ ઘણું વિસ્તૃત છે
ઓસવાળ વંશીય વાહણત્રીય શ્રેણી વરજાંગ અંચલ ગચ્છીય શ્રાવક હતા. વિ. સં. ૧૬૨૭ માં તેમણે ઘણું ધન ખરચીને ઝાલેરી, સાચેરી, રાડદ્રહી અને સીરહીએમ ચારે દેશને જમાડ્યા હતા. એ વંશમાં ઝાલરમાં થયેલા કર્માએ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. મૂળીમાં થયેલા નડાશાહે ત્રણ હજાર યાત્રિકોના સંઘ સહિત વિ. સં. ૧૬૧૧ માં તથા ૧૫ માં શત્રુંજય તીર્થની યાત્રા કરેલી. એ વંશમાં સહા આદિ બંધુઓએ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથપ્રભુના બિબની પ્રતિષ્ઠા કરાવેલી એ વિશે ભટ્ટરમાંથી ઉલ્લેખ મળે છે.
રાજનગરના શ્રીમાલીવંશીય શ્રેણી આભાએ ધર્મમૂતિ. સૂરિની ઘણું ભક્તિ કરી. તેના આગ્રહથી સૂરિ અમદાવાદમાં ચાતુર્માસ રહેલા. એમના ત્યાગ, વૈરાગ્ય આદિ અનુપમ ગુણોને સમૂહ જોઈને અમદાવાદના સંઘે ધર્મમૂર્તિસૂરિને યુગપ્રધાનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com