________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
[ ૧૧ પાસે ઈલાજ કરાવ્યો પરંતુ કશો ફાયદો ન થયો. ધર્મમૂર્તિ સૂરિનું આગમન થતાં મંત્રીએ નવાબને જણાવ્યું કે –“અહીં વૃદ્ધ જૈનાચાર્ય આવ્યા છે. તેઓ મહા ઇલામવાળા સંભનાય છે. તેમને લાવીને બેગમ સાહેબાને નજરે કરે.” આથી નવાબ સૂરિને મળે અને બધી હકીકત નિવેદિત કરી. કહેવાય છે કે મંત્રપ્રભાવથી કરીમાબીબીને જવર સૂરિએ મટાડ્યો. આથી નવાબે હર્ષિત થઈને સૂરિને એક હજાર અસરફીઓ ધરીને વંદન કર્યા. નિઃસ્પૃહી ગુરુએ ધનનો અસ્વીકાર કર્યો. નવાબે વધુ આગ્રહ કરતાં સંઘના અગ્રણીઓએ અસરફીઓ સ્વીકારી લીધી અને તે દ્વારા ત્યાં ઉપાશ્રય બંધાવ્યું. ધર્મ, મૂર્તિસૂરિના ઉપદેશથી નવા માંસ-મદિરાનો ત્યાગ કર્યો, તથા ધર્મવૃદ્ધિના નિમિત્તો પૂરા પાડીને પૂણ્ય ઉપાર્જન કર્યું.
એ સમયમાં ખંડનપટુ ઉપાધ્યાય ધર્મસાગર તપાગચ્છમાં થઈ ગયા. તેમણે કદાગ્રહ અને ઉગ્ર સ્વભાવથી ગ૭ વચ્ચેની એકતા છિન્નભિન્ન કરી દીધી. એમના પિતાના ગચ્છમાં પણ ભાગલા પાડ્યા. એમની ખંડન-પ્રવૃત્તિ જૈન સમાજને નીચું જેવડાવે એવી હીન હતી. એટલે તપાગચ્છ-નાયકોએ તેમને સંઘ સમક્ષ એમનાં દુષ્કૃત્ય માટે માફી મંગાવી, એમને ગચ્છ–બહાર કરીને એમના ગ્રન્થો અમાન્ય ઠરાવ્યા.
એ સમયમાં વેતાંબર મૂર્તિપૂજક સંઘમાંથી જુદા પડીને લંકા ગચ્છ, કડવા ગચ્છ, બીજા ગચ્છ વગેરેને પ્રાદુર્ભાવ થઈ ચૂક્યો હતો અને પરિણામે વાતાવરણ સંઘર્ષમય તો હતું જ, તેમાં ધર્મસાગરજીએ વળી નવો વિવાદ શરૂ કર્યો અને વાતાવરણને વિશેષ કલુષિત બનાવ્યું. પરંતુ ધર્મમૂર્તિ સૂરિએ એમની પ્રવૃત્તિને જરા પણ મહત્ત્વ ન આપ્યું. તેમણે ધર્મસાગરજીના આક્ષેપોનો જવાબ પણ ન આપ્યો કે કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com