________________
૧૨ ]
કિયે દ્ધારક, ત્યાગમૂર્તિ પ્રતિભાવ પણ ન દર્શાવ્યા. એમના આવા દરિયાવ દિલથી જેનસંઘમાં એકતાની ભાવના જળવાઈ શકી. ધર્મમૂર્તિસૂરિના આ કાર્યને જૈનસંઘ કદી ભૂલી શકશે નહિ
ધર્મમૂર્તિસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન અંચલગચ્છની ધર્મપ્રવૃત્તિ ઘણું વિસ્તરી. આર્યરક્ષિતસૂરિ-જયસિંહસૂરિ તથા મહેન્દ્રપ્રભસૂરિ–મેરૂતુંગસૂરિના આધ્યાત્મિક શાસનની ઝાંખી કરાવે એવા પ્રજ્વલિત યુગને ચરિત્રનાયકે સૂત્રપત કર્યો. અંચલગચ્છ અનેક શાખાઓથી શેભતો હતો. એ શાખાઓના વડા શાખાચાર્યોની કારકિદી પણ વિશિષ્ટ હતી, જેનો ઇતિહાસ સુદીધું છેઅહીં તે માત્ર કેટલાંક નામને ઉલ્લેખ કરીને જ સંતોષ માન રહ્યો.
મહોપાધ્યાય રત્નસાગરજી ધર્મમૂર્તિસૂરિના અંતરંગ શિષ્ય હતા. તેઓ બહુધા ચરિત્રનાયક સ થે વિચરેલા. ગચ્છમાં તેઓ વય, દીક્ષા તથા જ્ઞાન-પર્યાયથી વડીલ હતા. ગુરુએ કલ્યાણસાગરસૂરિને આચાર્યપદે વિભૂષિત કર્યા પછી પણ તેઓ કુશળ મંત્રીની જેમ ગચ્છની સેવા બજાવતા રહ્યા. મૂળ તેઓ કચ્છ-જખૌના કચ્છમાંથી ગચ્છધરોની પરંપરા સજઈ તેનું કારણ પણ કદાચ મહોપાધ્યાયજી હતા. ગમે તેમ, એમની પાટ-પરંપરા અદ્યાવધિ ચાલુ રહી. અંચલગચ્છનો વર્તમાન શ્રમણ-સમુદાય એમની શિષ્ય પરંપરામાંથી છે આ હકીકત અત્યંત નોંધનીય છે.
મહોપાધ્યાયજીનો સંક્ષિપ્ત જીવનપરિચય આ પ્રમાણે છેઃ કચ્છી દશા ઓસવાળ જ્ઞાતીય, નાગડા ગોત્રીય શ્રેષ્ઠી આસુ, ભાર્યા કર્માના પુત્ર. વિ. સં. ૧૬૨૬ માં જખૌબંદરે જન્મ. મૂળ નામ રતનશી. નાની વયમાં માતા-પિતા મૃત્યુ પામતાં કાકા રણસીએ તેનું લાલન-પાલન કર્યું. વિ. સં. ૧૯૩૫ માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com