________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
[ ૧૩ કાકાએ બાળકને ધર્મમૂર્તિસૂરિને વહેરાવ્ય. વિ. સં. ૧૬૪૧ ના મહા શુદિ ૨ ના દિને ગુરુએ તેને દીવબંદરમાં દીક્ષા આપીને નવોદિત મુનિનું નામ રત્નસાગર રાખ્યું. વિ. સં. ૧૬૪૪ ના વૈશાખ શુદિ ૩ ના દિને વડી દીક્ષા આપતી વખતે તેમને કલ્યાણસાગરસૂરિના શિષ્ય તરીકે સ્થાપ્યા. રત્નસાગરજીને મહાપાધ્યાયપદે અભિયુક્ત કરવામાં આવ્યા. તેમને “મુનિમંડલનાયક” પદ પણ પ્રદાન થયું. ધર્મમૂર્તિસૂરિએ તેમને વિદ્યામંત્ર આપ્યા અને તેઓ વિશેષ પ્રકારે નિર્મળ ચારિત્ર પાળવા લાગ્યા. વિ. સં. ૧૬૫૪ ના ફાગણ શુદિ ૩ ના દિને મહેપાધ્યાયજીએ સુરતમાં પ્રતિષ્ઠા કરાવી. ત્યાંના મીઠડિયા ગોત્રીય શ્રેષ્ઠી સ્વરૂપચંદે દસ હજાર દ્રમ્મ ખરચીને તેર મનહર જિનપ્રતિમાઓ ભરાવી. વિ. સં. ૧૯૫૫ માં ગુરુ રાધનપુર પહોંચ્યા. ત્યાં બુહડત્રીય શ્રેણી મેઘણે તેમના ઉપદેશથી શંખેશ્વરજીને તીર્થસંઘ કાઢ્યો. અને ત્રણ જિનબિબે ભરાવીને ચૈત્ર શુદિ ૧૩ ના દિને પ્રતિષ્ઠા કરાવી. તે પ્રસંગે શ્રેષ્ઠીએ સ્વામીવાત્સ
લ્ય કર્યું. મહેપાધ્યાયજીના ઉપદેશથી વિ. સં. ૧૬૫૫ માં ખંભાત અને ભરૂચમાં પ્રતિષ્ઠાઓ થઈ. સાધ્વી ગુણશ્રી દ્વારા રચિત “ગુરુગુણ ચાવીશી માં વિશેષમાં એવો ઉલ્લેખ છે કે મહોપાધ્યાયજીએ પાલણપુરના નવાબનો છમાસી જવર દૂર કર્યો અને તેથી તેમને યશ સર્વત્ર વિસ્તર્યો. વિ. સં. ૧૭૨૦ ના પિષ શુદિ ૧૦ ના દિને તેઓ કપડવંજમાં શુભ ધ્યાનપૂર્વક કાલધર્મ પામ્યા. એમની શિષ્ય-પરંપરા આ પ્રમાણે છેઃ રત્નસાગર–મેઘસાગર–વૃદ્ધિસાગર-હીરસાગર-સહજસાગર-માનસાગર-રંગસાગર–ફતેહસાગર–દેવસાગર-સ્વરૂપસાગર–ગૌતમસાગર, જેમણે કિદ્ધાર કરીને અંચલગચ્છના ઇતિહાસમાં નો તબક્કો પ્રવર્તાવ્ય એમને પરિવાર આજે વિદ્યમાન છે.
ગરજી માણેકબેરજી અંચલગરછીય શ્રમણ હતા. તેમનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com