________________
શેઠ કેશવજી નાયક
[ ૧૩
રસમોને સૂત્રપાત કરનાર તથા જ્ઞાતિના પહેલા બંધારણીય પ્રમુખ તરીકે નરશી શેઠ જ્ઞાતિની તવારીખમાં ગૌરવભર્યું સ્થાન પામ્યા છે. શેઠિયાઓની સામે હરફ ઉચ્ચારનાર જ્ઞાતિ બહાર મૂકાતે અથવા તે “કમિટિ નીમે” એવું બોલનાર દંડાતે એવા યુગના તખ્તા પર નરશી શેઠના વિરલ પુરુષાથથી કાયમ માટે પડદો પડી ગયે! તા. ૧૨-૬-૧૯૦૦ ના દિને એમનું પૂના ખાતે નિધન થયું.
એમના પુત્ર શેઠ જેઠાભાઈએ જ્ઞાતિના અનુગામી પ્રમુખ તરીકે નરશી શેઠની ઉચ્ચ પરંપરા જારી રાખી અને એમનાં અધૂરાં કાર્યો પૂર્ણ કર્યા. જેઠાભાઈ શેઠના પુત્ર નાયક શેઠ પણ હાલમાં જ્ઞાતિકાર્યોમાં આગેવાનીભર્યો ભાગ લઈ રહ્યા છે. આ રીતે કેશવજી શેઠની ઝિંદાદિલી એમના વંશ–વારમાં ઉતરેલી જણાય છે.
કેટલાક ગ્રન્થનું તારણ પણ અહીં પ્રસંગોચિત લેખાશેઃ
શેઠ કેશવજી નાયકના શરીરને બાંધે કદાવર અને ચહેરો બહુ મોટો અને ભરાવદાર હતે. માથા ઉપર તેઓ ચાંચવાળી પાઘડી ઘાલતા અને હમેશાં ચાર ઘોડાની ગાડીમાં બેસતા. ગાડીને સાઈસ પાવાળે હતે. એક વખત તેઓશ્રી વાલજી વદ્ધમાન નામના સંબંધીને ત્યાં ગયા હતા. તે વખતે બેસવા સારુ તેઓશ્રી માટે સારામાં સારી મજબૂત ખુરશી હાલમાં ગોઠવેલી હતી તેઓશ્રી ૩૦૦ ઉપરના રતલના બેઠા કે ખુરશીના ફુરચા થઈ ગયા.” (“હિલેળા')
નરશી કેશવજીની પેઢી વિ. સં. ૧૯૩ માં રૂ અને અફીણના મોટા સટ્ટામાં નાદાર સ્થિતિમાં મૂકાઈ ગયેલી. મિલેનાં નાણુને ધંધામાં ઉપયોગ કરતાં તેના શેરહોલ્ડરોએ
દા માંડે. એટલે કેશવજી શેઠને કોર્ટમાં જુબાની આપવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com