________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
* [ ૧૩ પણ ચરિત્રનાયક વિરૂદ્ધ જયંત્ર રચાયાં. કછ–રાયણમાં યતિ ભાગ્યસાગરજીને બંગલે અનેક યતિઓ અને શ્રાવકોની ગુપ્ત સભા મળેલી જેમાં નવા ગચ્છાધિપતિની નિયુક્તિનો પ્રશ્ન મુખ્યત્વે ચર્ચા. પરંતુ આ આખી યેજનાને ભાંડે ફૂટી ગયો. ચરિત્રનાયકને સ્થાને એમની હયાતિમાં જ અન્ય વ્યક્તિને ગાદી ઍપવાની વાત પછી તે હાસ્યાસ્પદ બની ગઇ.
ચરિત્રનાયક આ બધી હિલચાલથી માહિતગાર હતા. અને એટલે જ એમણે ગાદીને મેહ છોડ્યો. સમાજના માયિક બંધનેથી વિમુક્ત થયા. એ વખતે એમને કોઈ પણ શિષ્ય નહોતે. આશ્ચર્યની વાત તો એ છે કે સૂરિની અલિપ્ત તાની માત્રા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ સંઘની તેમના પ્રત્યેની ભક્તિ દ્વિગુણ થતી ગઈ એમણે ગાદીનાં એક એક બંધનનાં ભૂકા ઉઠાવી દીધા, છતાં જીવનભર એ જ શ્રીજી સાહેબ તરીકે મનાયા અને પૂજાયા !!
કછ-માંડવીને સંઘ મેવડી ગણાય એની ઈચ્છાને ગાદીપતિ પણ પાછી ન કેલે. કિન્તુ એની વાત પણ ન સ્વીકારાઈ. મુંબઈથી સંઘાગ્રણીઓ આવ્યા અને ગાદી ચલાવવા વિનવણીઓ કરી ખાસ કાશીથી ખરતરગચ્છના મંડલાચાર્ય બાલચંદ્રસૂરિ, જેમને સૂરિ વડીલ તરીકે માનતા હતા, તેઓ પણ પધાર્યા. પરંતુ સૂરિ કોઈના સમજાવ્યા ન સમજ્યા. અંતે માંડવીના સંઘે જણાવ્યું કે ગાદીનું નામ આ મંગલમૂર્તિ સાથે જોડાઈ રહે એ પણ અંચલગચ્છનું સદ્ભાગ્ય છે. એટલે બધા શાન્ત થયા. સૌને આ વાત લાગી.
સુડતાલીસ વર્ષ ગયાં. સાપ કાંચળી છોડે તે પછી તેના તરફ કદી ન જૂએ, તેમ ગાદીના તમામ દેર–દમામ તરફ સૂરિએ કદી પણ મીટ ન માંડી. અનેક પ્રસ્તાવ આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com