________________
૧૪ ]
કચ્છના તિર્ધર આચાર્ય અનેક વિનવણીઓ થઈ. પણ ન ડગ્યા તે ન ડગ્યા. સુથરીના દાનવીર શેઠ ખેતશી ખીઅશી ધુલાએ તો તેમણે કાઢેલા શ્રી શત્રુંજયના તીર્થસંઘમાં જે સૂરિ પધારે તો રૂા. ૧૦૧૦૦૧, એમને ચરણે ધરવા, તેમ જ શાહીસન્માન અને બધી સુવિધાઓ પ્રદાન કરવાની પ્રભન યુક્ત ઓફર કરેલી. પણ સૂરિએ નન્નો જ ભયે.
સૂરિ હવે એકાકી જીવન–પંથમાં આગળ વધતા જતા હતા. વિદ્વત્તાને કે સર્વોચ્ચ સ્થાનને એમને ગર્વ ન રહ્યો. ક્રોધને એમણે દૂર હડસેલી દીધો હતો. આત્મગુણ વિરોધી કઈ વલણ એમના વર્તનમાં જોવા ન મળે. એજ કરુણામય, નિસર્ગસુલભ પ્રાંજલ વ્યક્તિત્વ, એજ ધૂની, મસ્ત, આત્મનિમગ્ન અવધૂત!
જીવનનો ઉત્તરાર્ધ એમણે ભૂજ પુરની પિશાળમાં જ વિતાવ્યું. એમના નિવાસથી ભૂજપુર મંગલધામ બની ગયું. લેક તેને “ શ્રી પૂજ્યજીવાળું ભૂજપુર” એ રીતે ઓળખાવતા. પિતાની પિશાળમાં પસંદ કરેલા ઓરડામાં જ સૂરિ અંતર્મુખ થઈને જીવન યાપન કરતા. સત્કાર અને સન્માનનાં સંભવિત વાતાવરણ ટાળવા સૂરિએ “માનસ શાસ્ત્રીય ઉપાયો” પણ યોજેલા. સૂરિને ચિત્તભ્રમ થઈ ગયેલ છે એવું માનનાર માટે એમના અંતરંગ મિત્રોનું વિધાન ધ્યાન આપવા ગ્ય છે. | મુનિ કલ્યાણચંદ્રજીએ “સમયધર્મ” (વર્ષ ૧૭, અંક ૪-૫) માં સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે તેમને (જિને. દ્રસાગરસૂરિજીને) તથારૂપ ઘણા ઓછા પારખી શક્યા છે. રાત્રિ-દિવસ એમની સાથે રહેનારાઓમાંના ઘણું જ ઓછા પારખી શક્યા છે, તે બીજાઓનું કહેવાનું ક્યાં રહે છે!
એવા દિવ્ય પુરુષને એમના કહેવાતા ભક્તો ઓળખી ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com