________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
[ ૧૫
શક્યા કે બીજાને ઓળખવા ન દીધા. સાથે વસનાર પણ એમ જ માનતા કે એમનું મગજ ઠેકાણે નથી; એમનું હૃદય મુંઝાઈ ગયું છે. એમ જે માનતા હોય તે બીજાઓને મહાપુરુષ તરીકે ઓળખાવી પણ શી રીતે શકે?”
વિ. સં. ૧૯૯૦ ના ચૈત્ર માસમાં સૂરિએ કછ-તેરામાં ખેતશીભાઈને પિતાના શિષ્ય તરીકે સ્થાપીને તેમનું ક્ષમાનંદજી એવું નામાભિધાન કરેલું. આ દત્તક-વિધાન મહેસવ પછી સૂરિ કઈ જાહેર પ્રસંગમાં જોવા ન મળ્યા. સૂરિ પતે કરછમાં શ્રીજી મહારાજ તરીકે સવિશેષ ઓળખાતા હોઈને ક્ષમાનંદજી પણ એજ બિરુદથી બધે ઓળખાતા રહ્યા. ક્ષમાનંદજી શ્રીજી મહારાજે પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વથી અંચલગચ્છને વિશિષ્ટ નેતૃત્ત્વ પૂરું પાડ્યું. જૈનસંઘમાં ખ્યાતનામ સફળ જેન વિધિકાર તરીકે તેઓ પંકાયા. પોતાના ગુરુની સ્મૃતિમાં તેમણે ભૂજ પુમાં હાઇસ્કુલ તથા મહિલા બાલ કલ્યાણ કેન્દ્ર માટે રૂ. ૬૦૦૦૦)ની નાદર સખાવત કરી. ધુળીઆનું વિદ્યાર્થીગૃહ પણ તેમની પ્રેરણાનું જ ફળ છે. ઉક્ત ત્રણે સંસ્થાઓમાં જિનેન્દ્રસાગરસૂરિનું નામ જોડવામાં અાવ્યું છે. વિ. સં. ૨૦૨૭ ના ફાગણ વદ ૩ ના દિને ક્ષમાનંદજી ભુજપુરમાં કાલધર્મ પામ્યા. તેઓ પોતાના શિષ્યપદે મોતીલાલજી શ્રીજી મહારાજને સ્થાપી ગયા છે, જેઓ સાહિત્ય-પ્રેમી છે. પોતાના ગુરુ તથા દાદાગુરુની સ્મૃતિમાં તેઓ સાહિત્ય-પ્રકાશનની મેટી જન ઘડવાનું વિચારી રહ્યા છે. ટૂંકમાં, ચરિત્ર-નાયકની શિષ્ય-પરંપરામાં થયેલા શ્રીજી મહારાજે પણ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર સાંપડ્યા છે.
જિનેન્દ્રસાગરસૂરિએ પિશાળને બધે વહીવટ પિતાના શિષ્ય ક્ષમાનંદજીને ભળાવી દીધો. પછી સત્તાવીશ વર્ષ લગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com