________________
લોઢા કુંરપાલ અને સોનપાલ “સમેતશિખર રાસ” માં વિસ્તારથી કર્યું છે. રાસને સંક્ષિપ્ત સાર નિમ્નક્ત છે.
એક દિવસ બન્ને બાંધવોએ વિચાર કર્યો કે શ્રી શત્રુ જયની યાત્રા કરી. જિનભુવનની પ્રતિષ્ઠા કરીને શ્રી પદ્મપ્રભુજીની સ્થાપના કરી. સોનપાલે કહ્યું કે, “ભાઈજી, હવે સમેતશિખરજીની યાત્રા કરીએ!” કુરપાલે કહ્યું કે “સુંદર વિચાર છે. હજી બિમ્બ–પ્રતિષ્ઠાને પણ વાર છે.” આમ વિચાર કરી બેઉ ભાઈએ પિશાળમાં ગયા અને મુહૂર્ત નકકી કર્યું. વિ. સં. ૧૬૬૯ ના માઘ વદિ ૫ ને શુક્રવારે સંઘ કાઢવાનું નક્કી થયું. ગચ્છનાયક ધર્મમૂર્તિસૂરિને બેલાવવા માટે વિનંતી–પત્ર આપીને કુંરપાલના પુત્ર સંઘરાજને રાજનગર મોકલાવ્યા. ધર્મમૂર્તિસૂરિએ જણાવ્યું કે “તમારી સાથે શ્રી શત્રુંજય સંઘમાં હું આવ્યો હતો ત્યારે મારામાં શક્તિ હતી. હવે તે વૃદ્ધત્ત્વ છે. દૂરને માર્ગ છે. ઝાઝે વિહાર પણ થઈ શકતો નથી.” આમ સાંભળી સંઘરાજ ઘેર પાછો ફર્યો. રાજનગરના સંઘને સાથે લાવીને ગ્રામાનુગ્રામમાં પ્રભાવના કરતો તે સિકરી આવ્યો. ગુજરાતમાં દુષ્કાળને દૂર કરનાર સંઘરાને પાછો ફરેલે જોઈને સ્થાનિક સંઘે મહત્સવપૂર્વક તેને વધાવ્યો.
શાહી ફરમાન પ્રાપ્ત કરવાને માટે મુલાકાત માંગીને બન્ને ભાઈઓ સમ્રાટ જહાંગીરની પાસે ગયા. ત્યાં દીવાન દોસ્ત મુહમ્મદ, નવાબ ગ્યાસબેગ તથા અનીયરાયે એમની પ્રશંસા કરીને સિફારસ કરી. સમ્રાટે કહ્યું—આ ઉદાર ચરિત એસવાલોને સારી રીતે જાણું છું. એમનાથી અમારા નગરની શેભા છે. તેઓ અમારા કોઠીવાલ છે અને “બંદિ–છોડાવનાર” એવું બિરુદ તેઓ શેભાવે છે. હું એમના ઉપર બહુ જ
ખુશ છું. તેઓ જે માગશે તે હું તેમને આપીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com