________________
જહાંગીર બાદશાહના અમાત્ય કુરપાલે અને નપાલે સમ્રાટને સંઘ રક્ષણ માટે સશસ્ત્ર સૈનિકો આપવાનું કહ્યું. સમ્રાટે તેમની વિનંતી મંજૂર રાખી. જહાંગીરે એમનાં કાર્યની ભારે પ્રશંસા કરીને હાથ-હાથ ફરમાનપત્ર આપવાની સાથે સિરપાવ, નિશાનાદિ આપીને બને ભાઈઓને વિદાય કર્યા. પછી બને ભાઈઓએ વિવિધ સંઘને આમંત્રણ–પત્રે મેકલાવ્યાં.
મુહને દિવસે વાઈના મધુર વાદન વચ્ચે, યાચકે વગેરે દ્વારા જયજયકારની સાથે બન્ને ભાઈઓએ ગજારૂઢ થઈને પ્રયાણ કર્યું. નૌકામાં બેસી યમુનાની પાર પડાવ નાખે. અહીં અનેક સ્થાનેન સંઘે આવીને મળવા લાગ્યા. અહીં પંદર દિવસનો મુકામ થયે. એ દરમિયાન મેટી સંખ્યામાં સાધુ-સાધ્વીઓ આદિ પણ આવી પહોંચ્યાં તે પછી ત્યાંથી સંઘે પ્રસ્થાન કર્યું. જ્યાં જ્યાં ઓસવાળે, શ્રીમાળે આદિનાં ઘર હતાં ત્યાં થાળ એક, ખાંડ શેર બે તથા શ્રીફળની લહાણ કરવામાં આવતી. પ્રત્યેક સ્થાને જિનેશ્વર ભગવંતેની સેવાપૂજા-ભાવના આદિ ભાવથી થતાં. લહાણ-પ્રભાવનાદિ પણ છૂટે હાથે અપાતાં. સંઘની રક્ષા માટે ૫૦૦ સુભટો સાથે હતા.
- સૌ પ્રથમ પ્રયાણ ભાણસરાયમાં થયું. તે પછી અનુક્રમે મહમ્મદપુર, પીરેજપુર, ચંદવાડી, પીરેજાબાદ, રપરી વગેરે સ્થાનમાં થઈને યમુના પાર કરીને સંઘ શ્રી નેમિનાથ પ્રભુની જન્મકલ્યાણકભૂમિ શૌરીપુર પહોંચ્યું. ત્યાં તીર્થ વંદના કરી. પુનઃ નદી પાર કરીને ૨૫રી આવ્યા. અહીં બાવન જિનાલયને વંદના કરી. સંઘપતિએ ત્યાં પ્રથમ સંઘવાત્સલ્યનું જમણ કર્યું.
ત્યાંથી સરસ, અહીરસરાય, ઈટાવા, બાબરપુર, ફૂલકઈ. તાલ, ભેગીનીપુર, સાંખીસરાય, કોઈ, બદલીસરાય, ફતેપુર, હાવિયા ગામ, કડઈ, સાહજાદપુર થઈને મહુઆ આવ્યા. અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com