________________
લોઢા કુંરપાલ અને સેનપાલ સતી મુગાવતીએ શ્રી વિરપ્રભુ પાસે દીક્ષા લીધી હતી. ત્યાંથી વત્સદેશની કૌશામ્બીમાં પધાર્યા. આ સ્થાન અનેક કલ્યાણકની ભૂમિ છે. ત્યાં સંઘપતિઓએ સંઘ સહિત શ્રી વિરપ્રભુની ચરણ–પાદુકાઓને વંદન કર્યા. ત્યાંથી એક કેસ દૂર ધન્ના તળાવ છે. ત્યાં થઈને ફતેપુરને માર્ગે પ્રયાગ આવ્યા. અહીં અન્નીના પુત્રને ગંગા ઉતરતાં કેવળજ્ઞાન થયું. કહેવાય છે કે શ્રી ત્રાષભપ્રભુના કેવળજ્ઞાનનું સ્થાન પરિમતાલ પણ એ જ છે. અક્ષય વડને નીચે પ્રભુનાં ચરણેની પૂજા કરી. ત્યાંથી ગંગાના કિનારા પર જુસસરાયમાં પડાવ કર્યો. ત્યાંથી ખંડિયા રાય, જગદીસરાય, કનસરાય થઈને બનારસ પહોંચ્યા. આ સ્થાન તીર્થકરેની કલ્યાણકભૂમિ છે. ત્યાંથી શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની કલ્યાણકભૂમિ ભીલપુર આવ્યા. ત્યાંથી ગંગા પાર કરીને નદીના તટ પર પડાવ નાખ્યો. સંઘપતિઓએ નગરમાં પડહ વગડાબે, જેનાથી અગણિત બ્રાહ્મણ અને ભિક્ષુકો ત્યાં એકત્રિત થયા. સંઘપતિઓએ રૂપીઆની લહાણી કરી. ત્યાંથી સંઘ સિંહપુર આવ્યા. અહીં શ્રી શ્રેયાંસનાથ પ્રભુનાં ત્રણ કલ્યાણકો થયાં છે. ચંદ્રપુરી, જ્યાં શ્રી ચંદ્રપ્રભુનાં ત્રણ કલ્યાણક થયાં, ત્યાં પ્રભુનાં ચરણની પૂજા કરી. ત્યાંથી પાછા આવી સંઘપતિઓએ ત્રીજું સંઘજમણ કર્યું. ત્યાંથી મુગલસરાય આવ્યા. ત્યાંથી મેહિનીપુર થઈ મમ્મરપુર પહોંચ્યા. અહીં સંઘપતિની પુત્રવધૂએ કન્યા-પ્રસવ કર્યો. ત્યાંથી સહીસરાય, ગીઠેલીસરાય, સેવનકૂલનદી પાર કરીને મહિમુદપુર, બહિબલપુર, ચારુવરીની સરાય થઈને પટણા પહોંચ્યા. સહિજાદપુરથી પટણા ૨૦૦ કેસ દૂર છે. અહીં મિરઝા સમસત્તીના બાગમાં પડાવ નાખે. જે સવાલ શાહે સમસ્ત સંઘની ભેજનાદિ દ્વારા ભક્તિ કરી. બીજે દિવસે ખંડેલવાલ જ્ઞાતિના મય શાહે સંઘજમણ કર્યું.
પટણથી આગળને માર્ગ સંકીર્ણ છે. એટલે ગાડીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com