________________
૮ ]
જહાંગીર બાદશાહના અમાત્ય ત્યાં જ છોડીને ડેલીઓ સાથે લીધી. ચાર મુકામ કરીને સંઘ આગળ ચાલતે ગયો. ફતેપુરમાં પણ મુકામ થયો. ત્યાંથી અડધા કોસ દૂર આવેલું વાનરવન સૌએ જોયું. મહાનદીને પાર કરીને સૌ બિહારનગર આવ્યા. અહીં રાજા રામદેવના મંત્રીએ આવીને નમસ્કાર કર્યા અને કાર્ય પૂછ્યું. સંઘપતિઓએ કહ્યું કે અમે ગિઢોરના માર્ગે આવીએ એવું વચન મંગાવે. મંત્રીએ માણસે મેકલીને વચન મંગાવ્યું.
બિહારમાં એક મુકામ કરી પાવાપુરી પહોંચ્યા. અહીં ભગવાનની નિર્વાણભૂમિ પર પીપલવૃક્ષની નીચે ચેતરા પરપ્રભુનાં ચરણને વંદન કર્યા. તીર્થયાત્રા કરીને મુહમદપુરમાં નદીના કિનારા પર પડાવ નાખ્યો. ત્યાં સંધપતિઓએ ચોથું સંઘજમણ આપ્યું. ત્યાંથી નવાદા ગયા. સાદિક મહમ્મદખાનના પુત્ર મીજે અબ્દુલ્લાએ આવીને સંઘપતિએને પહેરામણું આપી. ત્યાંથી સબરનગર પહોંચ્યા. રાજા રામદેવના મંત્રીએ આવીને સંઘનું સ્વાગત કર્યું. ત્યાં સંઘે સારા સ્થાનમાં પડાવ નાખે. સંઘપતિઓએ રાજાને મળીને યાત્રા વિશે કહ્યું. રાજા બ્રાહ્મણ હતો. તેણે કહ્યું “બે-ચાર દિવસમાં જ આપ થાકી ગયા? આપનાથી પહેલાં જે જે મેટા સંઘપતિ આવ્યા છે તેઓ મહિનાઓ સુધી અહીં રહ્યા છે.” સંઘપતિ રાજાની મનોવૃત્તિ સમજીને પાછા આવ્યા. ત્યાં ચાર મુકામ દરમિયાન તેમણે સિંહગુફામાં શ્રી વદ્ધમાન સ્વામીની પ્રતિમાને વંદન કર્યા. | કુરપાલ અને સોનપાલે વિચાર્યું કે આ રાજા લોભી છે. સંઘને જોઈને એની નજર બગડી છે. એટલે સંઘપતિઓએ નિશાન વગાડ્યાં. લોકોએ રાજાને સમજાવ્યું. સંઘપતિએ કહ્યું—“અમને ઘણું દિવસે થઈ ગયા. પાલગંજ નિકટ નથી.
અમને માર્ગ બતાવો!” રાજા રામદેવે કહ્યું હું જે માગું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com