________________
શેઠ કેશવજી નાયક
[ ૧૫
ખરી વાત જણાવી ત્યારે તેમની આંખમાંથી હર્ષાશ્રુઓ ટપકી પડ્યાં! શેઠે તેમની વફાદારીના બદલામાં અંગત રીતે તેમને ભાગ નક્કી કરી રાખેલે, જે અનુસાર ત્રણેક લાખ રૂપીઆ જેટલી રકમ તેમના નામે જમા હતી ! પીરભાઈએ મૃત્યુ પર્યત કેશવજી શેઠ પ્રત્યે નિષ્ઠાપૂર્વક વફાદારી બજાવી અને પોતાના પુત્ર જેરાજભાઈ પાસેથી પણ એવી વફાદારી બજાવવાનું વચન લીધેલું!
કોઠારાના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે કેશવજી શેઠનું હૃદયસ્પર્શી સામૈયું થયેલું. વિશાળ જનસમુદાય સહિત તેઓ ગામ ભણું વાજતે ગાજતે પધારતા હતા. એ વખતે એમનો એક લંગોટીઓ મિત્ર વાડામાં છાણું થાપતાં એમને જોઈ ગયે અને હર્ષાવેશથી ઉગાર્યો: “એય ભેંસા કેશા!” શેઠે પણ એને નજીક આવતે જોઈને આત્મીય ભાવે ઉગાર કાઢવ્યો અને બેઉ લંગોટી આ મિત્રે ભાવથી એકબીજાને ભેટી પડ્યા ! એક હતે કચ્છનો ધનકુબેર, બીજે હતે કચ્છને રંક! પિતાના રેશમી રૂબાબદાર વ પર પડેલા છાણના ડાઘ શેઠને પિતાનું બાળપણ યાદ દેવડાવ્યું અને એમની આંખે દ્રવી ઉઠી !
કેશવજી શેઠ અંજનશલાકા પ્રસંગે મેટા સંઘ સાથે પાલિતાણામાં પધારેલા એ વખતનો એક પ્રસંગ આ પ્રમાણે સંભળાય છે. આ એતિહાસિક પ્રસંગે અંચલગચ્છાધિપતિનું શાનદાર સ્વાગત થશે એવા વિચારે તે દ્વેષથી કેટલાક વિઘ સંતોષીઓએ એક ષડ્યુંત્ર ગોઠવ્યું. અંચલગચ્છાધિપતિ રત્નસાગરસૂરિજી પધારે ત્યારે તેમના ઉપર ધરાતે મેઘાડંબર છત્ર પાલિતાણા-નરેશે એવું કહીને ઉતરાવવો કે “ભારતના સમસ્ત જૈનેનું મહાન શાશ્વત તીર્થ મારા રાજ્યમાં છે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com