________________
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ અને તેમના વંશજ
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ અને એમના પ્રતાપી વંશજોએ અંચલગચ્છાધિપતિઓના ઉપદેશથી અનેકવિધ ધર્મ કાર્યો કર્યા અને જૈનસંઘનું નામ ઉજજવળ કર્યું. ચરિત્રનાયક હરિયાવંશના આઘપુરુષ હોઈને એમનું નામ એ રીતે પણ ચિરસ્મરણીય રહેશે. અંચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિજી તથા એમના સમર્થ પટ્ટશિષ્ય જયસિંહસૂરિજીએ અનેક નૃપતિઓને પ્રતિબધ આપીને જૈનધર્માવલંબી અનેક ગેની સ્થાપના કરી. હરિયાગેત્રના પ્રતિબંધક આચાર્ય હતાઃ ધર્મષસૂરિ–અંચલગ૭ને તૃતીય પટ્ટધર, જેમણે સાભંરના રાજવી સામંતસિંહ, અપરનામ પ્રથમરાજને પ્રતિબંધીને જૈનધર્મી કરેલે.
ધર્મઘોષસૂરિએ પ્રતિબોધેલા અન્ય મહાનુભાવની વિગત આ પ્રમાણે છેઃ (૧) ડેડિયા જાતિના બેહડ નામના રાજપૂત વિ. સં. ૧૨૪૬ માં સૂરિના ઉપદેશથી જૈનધર્મ અંગીકાર કરતાં તેમના વંશજો “બેહડ સખા” એડકથી એસવાળ વંશમાં પ્રસિદ્ધ થયા. આ વંશનું અપરનામ “બહુલ પણ છે. (૨) સૂરિએ વિ. સં. ૧૨૫૫ માં વાણારસી નિકટના મુકતેશ્વર ગામના નાગર જ્ઞાતીય, ગૌતમગેત્રીય દિનકર ભટ્ટ, જે કરવત મૂકવાને વ્યવસાય કરતું હતું, તેને પ્રતિબંધીને જૈનધમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com