________________
૧૬]
પ્રાગ્વાટવંશ—વિભૂષણ વિમલ શાહ અને રાજા ભીમદેવ વચ્ચે ફરી કદી પણ મેળ થયે નહિ. વિમલ શાહે પિતાનું શેષ જીવન ચંદ્રાવતીમાં જ પૂર્ણ કર્યું. તેણે પાટણનું પાણી હરામ કર્યું હેઈને તે ફરી કદી પણ પાટણ ગયે નહિ. વહીમાં ઉલ્લેખ છે કે રાજા ભીમદેવે પોતાના પુત્ર કર્ણ દેવને હિતશિક્ષા આપી હતી કે –“વિમલ જેવા પુણ્ય પુરુષ ચંદ્રાવતીમાં ભલે રાજ કરે. તેના પછીના વારસદારોને તું પાટણમાં તેડાવી લેજે અને તેમને મહામાત્ય પદે સ્થાપજે. તેમને વંશ-પરંપરાગત દંડ કે શિક્ષા ન થાય એવું તામ્રપત્ર તું લખી આપજે.” રાજા કર્ણદેવે પિતાના પિતાનું વચન પાળી બતાવ્યું. વિમલના દેહાવસાન બાદ એમના એક પછી એક વારસદારને મહામાત્યપદ મળતું રહ્યું. અહીં એ વિશે જણાવવું પ્રસ્તુત નથી. વિમલ શાહના એરમાન ભાઈ દશરથના બે પુત્ર નેઢ અને વેઢ તેના વારસદાર થયા, જે પૈકી નેઢ મંત્રી તરીકે પાટણ ગયે અને વેઢ ચંદ્રાવતીને રાજકારભાર સંભાળતે રહ્યો. વેઢે આરાસણમાં જિનાલય બંધાવ્યું તથા વિમલવસહિને ઉદ્ધાર કરી તેમાં કેટલીક મૂર્તિઓ સ્થાપી એમ પણ ઉક્ત વહીમાં ઉલ્લેખ છે. “વિમલ મહેતાને શલોકે”માં કહેવાયું છે કે છેલ્લી અવસ્થામાં વિમલ શાહે દિક્ષા લીધેલી અને એમને પન્યાસ-પદ પણ પ્રદાન થયેલું.
ગુજરાતની રાજકીય તવારીખમાં વિમલમંત્રીનું નામ કદી ભૂલી શકાય તેમ નથી. વિમલવસતિના નિર્માતા તરીકે તેની કીર્તિ આજે સહસ્ત્રાબ્દી બાદ પણ જીવંત રહી છે. તેણે ગુજરાતને, તેમજ જૈનધર્મને ઘણું ગૌરવ અપાવ્યું છે. “વિમલશ્રી સુપ્રભાતમ્”ની પુણ્ય નામાવલી ઉમેરે એ વિમલ જે પતે પુત્ર ગરવી ગુજરાતને મળે એ જ અભ્યર્થના.
– તુ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com