________________
૧૪ ]
કચ્છના અર્વાચીન જગ′શાહ
તએ અચાનક માંઢગીના પંજામાં સપડાઇને પથારીવશ થયા અને તા. ૧૬-૭-૧૯૨૦ ના દિને માત્ર ૩૨ વર્ષની ભરયુવાન વયે પેરીસમાં જ અવસાન પામ્યા. તેઓ પેાતાની પાછળ વારસદાર તરીકે સાતેક મહિનાના એક માત્ર પુત્ર હીરાચંદને મૂકતા ગયા. હીરાચંદ શેઠ, તેમના પત્ની ઝવેરબાઈ તથા તેમના પુત્ર હુંસકુમાર (જન્મ તા. ૬-૯-૧૯૫૩) હાલમાં વિદ્યમાન છે.
પેાતાના એકના એક વહાલસેાયા પુત્ર હીરજી શેઠના અકાળ અવસાનથી ખેતસી શેઠ અને વીરબાઈ શેઠાણીને પારાવાર આઘાત થયા. પુત્ર શેાકથી ખેતસી શેઠની તબિયત લથડી. ઠાકાર સર દૌલતસિંહજી તેમને હવાફેર માટે આગ્રહપૂર્વક લીંબડી તેડી ગયા. ત્યાંના સ ંઘે તેમને ઘણે। જ આદર સત્કાર કર્યાં. ત્યાં વિદ્યાર્થીભવન અને જિનાલયના નિર્માણ અંગે આ અરસામાં જ તેમણે નિણય લીધેલા જેના ઉલ્લેખ થઇ ગયા છે. આ અંગે . સંસ્થાએ જે ઠરાવ કર્યાં છે તે આ પ્રમાણે છે: “ નેક નામદાર ખુદાવિંદ ઠાકોર સાહેબની લાગવગ અને પ્રયાસથી આ મકાનના બાકીના પડતર પ્લેટ ઉપર મકાન બંધાવી આપવા તથા દેરાસરજી મેડિંગના કમ્પાઉન્ડમાં કરાવી આપવા જે ઉદારતા જાહેર કરેલી છે તે માટે શેઠ સાહેબ ખેતસીભાઇના તથા નામદાર ઠાકાર સાહેબ બન્નેના ઉપકાર માનવાના ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે” (ઠરાવ નં. ૯ તા. ૮-૫-૨૧)
એજ વર્ષોંમાં ઠાકેાર સાહેબના વરદ્ હસ્તે ખાત મુહૂ થયું. ખેતસી શેઠ પણ આ પ્રસંગે ત્યાં જ હતા. સંસ્થાના ઇતિહાસમાં આ એક અપૂર્વ પ્રસંગ હતા. આ સસ્થા પછી તે ખૂબ ફૂલી ફાલી. સૌરાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રસીકલાલ પિરખ, ઢેખર પ્રધાનમ`ડળના પ્રધાન જગુભાઈ પરિખ જેવા મહાનુભાવા આ વિદ્યાર્થી ભવનના એક વખતના છાત્રા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com