________________
૨ ]
કચ્છના જ્યોતિર્ધર આચાર્ય એવી હતી કે બાળક પોતાની માફક જૈન જગતમાં સન્માન ગામી બને.
કલ્યાણજીભાઇએ પાર્ધચંદ્રગથ્વીય કુશળચંદ્રજી મહારાજ, જેઓ એ અરસાના સંતકેટિના અગ્રેસર ત્યાગીઓમાંના એક હતા, તેમની પાસે આ વાત કરી. જેસિંઘકુમારના સાસુદ્રિક લક્ષણો જોઈને લક્ષણવેત્તાએ ભવિષ્યવાણી ઉચ્ચારેલી કે આ બાળક રાજવંશી લક્ષણે અને ચિહ્નો ધરાવે છે, એટલે જગતમાં સર્વોચ્ચ પદવી પામશે. કુશળચંદ્રજીએ પણ બાળકના લક્ષણો જોઈને લક્ષણવત્તાનું ઉક્ત કથન સ્વીકાર્યું કે બાળક મહાન થવા સજયે છે. એ સમયે અચલગચ્છાધિ. - પતિ વિવેકસાગરસૂરિ, જેઓ રાજમાન્ય હતા તથા રાજવંશી દરજજો ધરાવતા હતા, તેમને બાળક વહેરાવી દેવા કુશળ ચંદ્રજીએ સલાહ આપી
પિતાને એ સલાહ ગમી, પણ માતા લા છબાઈ પિતાના એકના એક મુલાધારને શ્રી પૂજ્યજીને વહોરાવી દેવા સહમત નહિ થાય એમ સમજી પિતાની મનોભાવના પ્રગટ કર્યા વિના કલ્યાણજીભાઈ જેસિઘકુમારને સાથે લઈ અબડાસાની પંચતીથની યાત્રાએ ઉપડ્યા; હૈયાના ભાવો તાદૃશ્ય થાય એવા સંકકલ્પ સાથે. આ યાત્રા પાછળનું પ્રયોજન તે ગચ્છાધિપતિ સાથે પ્રત્યક્ષ મુલાકાત ગોઠવવાનું જ હતું. એ વખતે વિવેકસાગરસૂરિજી જખૌ મુકામે બિરાજતા હતા. પિતા-પુત્ર યાત્રા કરતાં અનુકમે ત્યાં આવી પહોંચ્યા.
સૂરિને કલ્યાણજીભાઈએ પિતાની મનભાવના વ્યક્ત કરી સૂરિએ સાતેક વર્ષના જેસિંઘકુમારના સામુદ્રિક લક્ષણે જાણી લીધા. બાળક ઘણે પ્રભાવશાળી અને ચકેર હતા. કલ્યાણજીભાઈના પ્રસ્તાવથી સૂરિ હરખાયા. તેઓ પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com