________________
૧૨ ]
મા અનેક
વિ બિહાર અનેક નામય
સાગરખેડુ સાહસવીર માન્ય રાખેલું. ભક્તકવિ જિનદાસ પણ એમને આશ્રય પામેલા. કેળવણી ક્ષેત્રે એમણે ઘણું ધન ખરચેલું.
ત્રીકમજી શેઠ વ્યાપારક્ષેત્રે સફળ ન રહ્યા. એમના સમર્થ પિતા જેવી વ્યાપારપટુતા કે કુનેહ એમનામાં નહોતાં. એનું એક જ ઉદાહરણ અહીં પર્યાપ્ત થશે. વેલજી શેઠે એમને એ અરસામાં પૂરજોશમાં ચાલતા શેરસટ્ટાથી દૂર રહેવા ખાસ ભલામણ કરેલી. “મુંબઈના શેરસટ્ટાની તવારીખમાં પારસી લેખક નેંધે છે કે ત્રીકમજી શેઠ તેમના પિતાની સલાહ વિરૂદ્ધ શેરમેનિયામાં ફસાયા અને એમની પૂંજીને મોટો ભાગ બેઠા. તેમણે વેસ્ટ ઇન્ડિયા ફાઇનેન્સ એન્ડ એક્ષચેન્જ કેરપિરેશન નામની કંપની પણ શરૂ કરેલી, જે ફડચામાં ગઈ. તેમણે આર. કીંગ ગેલન નામક અંગ્રેજી પેઢી સાથે ભાગીદારી કરેલી. આ પેઢી પણ વિટાઈ ગઈ. તેમણે લંડનમાં પેઢી શરૂ કરીને પિતાના ખાસ માણસોને ત્યાં મેકલાવ્યા; પણ અંતે બધું બેજા રૂપ થયું. આ ધબડકે થવાનું કારણ એ હતું કે ત્રીકમજી શેઠ બીજાની સલાહ પર આધાર રાખતા, ખાસ કરીને પિતાના મુનીમ તેજશી ઘેલાના સૂચન મુજબ જ વર્તતા. વિ. સં. ૧૯૨૪ માં તે એમની પેઢી સ્થગિત થઈ ગઈ. વિ. સં. ૧૯૨૯ માં પુનઃ વેપાર શરૂ કરવા તેમણે પ્રયાસો આદર્યા અને મુનીમગીરી આશારીઆ મુલજીને સોંપી, પરંતુ એ દરમિયાન તે મૂડીનો નેવું ટકા જેટલે ભાગ ચવાઈ ગયેલું, એટલે નિરાશ થઈને તેમણે વિ. સં. ૧૯૩૧ માં વેપાર સમેટી લીધો. એ પછી ત્રણેક વર્ષ બાદ તેઓ તા. ૭-૧૨-૧૮૯૧ માં દિવંગત થયા.
ત્રીકમજી શેઠને સંતતિમાં માત્ર બે પુત્રીઓ જ હતી. મોટી પુત્રી લમીબાઈને શેઠ નથુ ભેજરાજ સાથે તથા નાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com