________________
શેઠ વેલજી માલુ
[ ૧૧ પૈયેથી તેઓ અંતે આર્થિક ઝંઝાવાતમાંથી સહિસલામત પાર ઉતારી શક્યા. નફો-નુકશાન સરભર થતાં એમની પેઢીનું વિ. સં. ૧૯૨૦ નું વાર્ષિક સરવૈયું ઝાઝી ખોટ દર્શાવતું નહોતું.
ચરિત્રનાયકને સે વેલા માલુના હુલામણા નામથી જ ઓળખતા. અલબત્ત, રૂબરૂમાં તો તેમને વેલજી શેઠને નામે જ સંબોધવામાં આવતા. તેમના પુત્ર ત્રીકમજીનું લગ્ન શેઠ હરભમ નરશી નાથાની પુત્રી દેવકુંવર સાથે વિ. સં. ૧૯૧૭ માં થયું. જ્ઞાતિશિરોમણિ શેઠ નરશી નાથા, જેમનું સ્થાન દશા ઓશવાળા જ્ઞાતિમાં ટોચ કક્ષાએ છે, તેમની પૌત્રી કચ્છમાંથી મુંબઈ ધકેલી દીધેલ રખડુના દીકરાને મળે એ અજબ પલટે ગણાય એવી તે કાળની પ્રચલિત માન્યતા હતી.
વેલજી શેઠ કેળવણથી વંચિત રહેલા, કિન્તુ પિતાના પુત્ર ત્રીકમજીને ઉચ્ચ કેળવણી પૂરી પાડવા તેમણે ખાસ પ્રબંધ કરેલો. કચ્છના મહારાવના શિક્ષક અને આગેવાન કેળવણુંકાર રાવસાહેબ દલપતરામ પ્રાણજીવન ખખર ત્રીકમને ભણાવવા ઘેર આવતા. રાવસાહેબ ખખરની નોંધમાંથી જાણી શકાય છે કે વેલજી શેઠ એમને સૌથી મોટી રકમ રૂા. ૬) દર માસે આપતા. ત્રીકમજી શેઠના સહાધ્યાયિમાં હતા સર મંગલદાસ નથુભાઈ સર હરકીશનદાસ નરોત્તમદાસ, ડૉ. દિનશા, નારાયણ હેમચંદ્ર વગેરે. ત્રીકમજી શેઠ સાહિત્યના જબરા શેખીન. રાવસાહેબ “બુદ્ધિવદ્ધક” માસિક ચલાવતા હતા તે ખટમાં હેવાથી ત્રીકમજી શેઠે એમને સારી આર્થિક સહાય આપેલી. સને ૧૮૬૫ માં રાવસાહેબે “અભિજ્ઞાન શાકુંતલમ ”નું ભાષાન્તર પ્રકાશિત કરીને ત્રીકમજી શેઠને અર્પણ કરેલું. ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એ સૌ પ્રથમ મુદ્રિત પુસ્તક છે, જેને મુંબઈ વિશ્વવિદ્યાલયે પાઠ્યપુસ્તક તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com