________________
૧૦ ]
સાગરખેડુ સાહસવીર એકાએક લડાઈ સમેટાઈ જતાં આસમાને ગયેલા ભાવ ભયે થયા મોટી ખરીદી કરનારાઓ દિવાળું કાઢવા લાગ્યા. મુંબઈની વેપારી આલમના બેતાજ બાદશાહ ગણાયેલા શેઠ પ્રેમચંદ રાયચંદ જેવા પણ પાયમાલ થયા ત્યાં સામાન્ય વેપારીની વાત
ક્યાં રહી? વેલજી શેઠ પણ આ મંદીના વમળમાં ફસાઈ ગયા. દેશાવરની પચીસેક લાખની હુંડીઓ મહિનાઓ સુધી ખડી રહી ગઈ. આબરૂ જળવાશે કે કેમ એજ પ્રશ્ન હતા.
પરિસ્થિતિમાં કશો ફરક પડે એવું ન જણાતાં એક દિવસ કોટની ઓફિસે તેઓએ રૂબરૂ જઈને અંગ્રેજ વેપારીઓ સાથે નાણાંભીડ સંબંધમાં વિગતવાર ચર્ચા-વિચારણા કરી. અંગ્રેજી પિઢીઓમાં વેલજી શેઠની આંટ-પ્રતિષ્ઠા ઘણી ઊંચી હતી. પરંતુ એ પેઢીઓ પણ નાણાભીડથી મુક્ત કયાં હતી? લાંબી સમ જાવટ બાદ તેઓ વીસેક લાખ રૂપીઆની કીંમતની સેનાની પાટો આપવા કબૂલ થયા, જેમાંથી વેલજી શેઠે હૂંડીઓ ભરપાઈ કરી. લાખો રૂપીઆની હૂંડીઓ પાછી ફરી હતી તે પણ એનું આપીને ભરપાઈ કરી. બે-ત્રણ મહિનાઓ સુધી આમ ચાલ્યું. માનસિક ત્રાસ અસહ્ય હતું, કિન્તુ તેઓ હિમ્મત ન હાર્યા.
બ્રિટનની કાપડની મિલોને અમેરિકન રૂ મળવું શરૂ થતાં ભારતના રૂને ઉપાડ તદ્દન ઘટી ગયે. ઘણા ઊંચા ભાવે ખરીદાયેલું રૂ માત્ર રૂા. ૮૮)માં વિલાયત ચડાવવું પડ્યું. બીજે કઈ રસ્તો નહોતો. સિવિલ વોર લંબાશે એવી ધારણાથી તેમણે આંખો મીંચીને ધૂમ ખરીદી કરેલી. લગભગ વીસેક લાખ રૂપીઆની ખોટ સહન કરવી પડે એમ હતું. પરંતુ વેલજી શેઠે પોતાની પ્રમાણિકતા ન છોડી. દિવાળું કાઢીને
મેટું સંતાડે એ વેલજી શેઠ નહિ. વ્યાપારી કૂનેહ અને અપૂર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com