________________
શેઠ વેલજી માલુ
[ ૧૩ પુત્રી ખેતબાઈને જપાના શેઠ જેઠાભાઈ વદ્ધમાન સાથે પરણાવેલાં, જેમને પરિવાર વિદ્યમાન છે. એમનાં વિધવા દેવકુંવરબાઈ તથા પુત્રી ખેતબાઈએ પાછળથી શેઠ નરશી નાથા ટ્રસ્ટ ડીડને કાર્યાન્વિત કરવામાં શેઠ અભેચંદ રાઘવજીને ઘણે સહકાર આપ્યો.
વેલજી શેઠનું સૌથી યાદગાર કાર્ય છે કોઠારાને ભવ્ય શ્રી શાંતિનાથપ્રાસાદ. શેઠ કેશવજી નાયક અને શેઠ શિવજી નેણશીના ભાગમાં તેમણે પિતાના જન્મ–સ્થાનમાં એ બેનમૂન શિલ્પ–સ્થાપત્યનું નિર્માણ કર્યું. અમદાવાદના સુવિખ્યાત હઠીસિંગના દહેરાસરની શૈલીને અનુસરતું, કચ્છી કારીગરોને હાથે તૈયાર થયેલું આ મંદિર સ્થાપત્ય તેમ જ વિશાળતાની દષ્ટિએ કચ્છમાં અજોડ ગણાય છે. તેને સૂત્રધાર હતે કચ્છ સાભરાઈનો સલાટ નથુ.
વિ. સં. ૧૯૧૪ માં એનું ખાતમુહૂર્ત કરીને તડામાર કામ શરૂ કરવામાં આવ્યું. શેઠ શિવજી નેણશી દેખરેખ રાખવા માટે ખાસ કેઠારામાં રહેલા. ચાર વર્ષ સુધી તેનું કામ ચાર્યું. શ્રી મેરુપ્રભ જિનાલય—એટલે કે મુખ્ય મંદિરની આસપાસ જિનાલયનું ઝૂમખું થયું, જે “કલ્યાણ ટૂક”ના નામથી ઓળખાય છે. અબડાસાની સુપ્રસિદ્ધ પંચતીથીમાં આ સ્થાનની ગણના થાય છે. વેલજી શેઠના પુત્ર ત્રીકમજી શેઠે મુખ્ય જિનાલયને ઈશાન ખૂણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું.
વિ. સં. ૧૯૧૮ ના માઘ શુદિ ૧૩ ને બુધવારે પ્રતિષ્ઠામુહૂર્ત નકકી કરીને ત્રણે શ્રેષ્ઠીઓ મુંબઈથી સંઘ કાઢીને શ્રી શત્રુંજયની યાત્રા કરીને કેઠારામાં પધારેલા. અંચલગચ્છાધિપતિ રત્નસાગરસૂરિની નિશ્રામાં વિજય મુહૂર્તમાં મૂલનાયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com